ઝી ન્યૂઝ/અમદાવાદ: ‘અંગ દાન, મહાદાન....’ થોડાક સમય પહેલા માત્ર પુસ્તકમાં કે વાતોમાં શોભતુ આ સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. કદાચ કલ્પી પણ ન શકાય તે રીતે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 58 અંગદાન થયા હતા. 58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. કચ્છ જિલ્લાના 25 વર્ષીય મુસ્લિમ યુવકને માર્ગ અકસ્માત નડ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો. સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમે  પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક સમાજ-ધર્મ-વર્ગમાં જુદા જુદા અથવા અગમ્ય કારણોસર અંગદાન સ્વીકાર્ય નથી. બેશક કદાચ તેની પાછળ અલગ માન્યતા હોઈ શકે, તે આખો અલગ વિષય છે. એ સમાજમાંથી આ યુવકનો પરિવાર હોવા છતા સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે  અબ્દુલના પરિવારે ‘માન્યતા’ કરતા ‘માનવતા’ને મહત્વ આપ્યું. રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી છે.


ફળોનો રાજા ગણાતી કેસર કેરીની બજારમાં ધમારેદાર એન્ટ્રી, જાણો 10 કિલોના કેટલા પડ્યા ભાવ?
 
મુસ્લિમ યુવકને બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલમાં લઇ જતા પહેલા હંમેશાની જેમ જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી, ત્યારે રમઝાનના મહિનામાં પોતાના સ્વજનના આત્માની શાંતિ માટે એક બાજુ મુસ્લિમ પરિવારજનો “કલમા પઢી રહ્યા હતા” જ્યારે અન્ય બાજુએ સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઇશ્વરને પ્રાર્થના કરતા સર્વ ધર્મ સમભાવ ના દ્રશ્યો સર્જાયા હતા. સિવિલ હોસ્પિટલમાં થયેલ છેલ્લા ચાર અંગદાનમાં બકુલભાઇ વાધેલાને રોડ અકસ્માત, લાડુબેન માછીને બ્રેઇન હેમરેજ, અબ્દુલ ભાઇ ખલીફાને માર્ગ અકસ્માત અને લલીતાબેન સાધુને બ્રેઇન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.


આ તમામ બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અંગદાન માટે સમજાવતા પરિવારજનોએ અંગદાનની સંમતિ દર્શાવી. સિવિલ હોસ્પિટલના અંગદાનના મહાયજ્ઞના શરૂઆતના દિવસોમાં પરિવારજનોને અંગદાન માટે સમજણ આપવામાં જે પડકારોનો સામનો કરવો પડતો તેમાં મહદઅંશે અંત આવ્યો છે. આજે સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે પરિવારજનો અંગદાન માટે સરળતાથી સંમતિ આપી રહ્યા છે.  


'ઉડતા ગુજરાત...!' યુવાધનને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પર્દાફાશ, મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા


સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહે છે કે, કોઇપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસમાં કુલ 11 વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. છેલ્લા માત્ર 36 કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા. છેલ્લા એક મહીનામાં 11 અંગદાન થકી કુલ 19 કીડની, કુલ 10 લીવર, 1 સ્વાદુપિંડ, 2 હ્રદય તેમજ 4 ફેફસા મળી કુલ 36 અંગોનુ દાન મળ્યુ. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ 58 વ્યક્તિઓના અંગદાન થકી 221 અંગોનું દાન મેળવવામાં આવ્યુ જે થકી 159 વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે....’ એમ તેઓ ઉમેરે છે.