નચિકેત મહેતા/ ખેડા: અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે (Express Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત (Death) થયા છે. 2 લોકેને ગંભીર ઈજા અને 5 લોકોને સામાન્ય ઇજા (Injured) થતા સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા એક્સપ્રેસ-વે હાઈવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ સ્થળ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખેડા જિલ્લામાંથી (kheda) પસાથ થતો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે (Express Highway) લોકો માટે મોતનો રસ્તો બન્યો હોત તેમ દેખાઈ રહ્યું છે. અહીં છાશવારે અવારનવાર નાના મોટા અકસ્માત (Accident) સર્જાતા રહે છે. ત્યારે આજે મંગળવારે નડિયાદ (Nadiad) નજીક આ એક્સપ્રેસ હાઈવે પર મોળલે ગામના સોની પરિવારની કારને ગમખ્વાર અકસ્માત (Car Accident) નડ્યો છે.


આ પણ વાંચો:- લવ જેહાદ કેસ: પીડિતાને ગર્ભવતી બનાવી અબોર્શન પણ કરાવ્યું, હોસ્પિટલમાંથી મળ્યા પુરાવા


મોળલે ગામનો સોની પરિવારની 4 મહિલા, 5 બાળખો અને એક પુરૂષ ઈકો કાર લઈને રાજસ્થાન ગયા હતા. રાજસ્થાનથી તેઓ તેમની બાધા પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની પૂરપાટ ઝડપે દોડવતા કાર પરથી કાબુ ગુમાવતા ઈકો કાર હાઈવે પર ઉભેલા ટ્રક પાછળ ધડાકા ભેર અથડાઈ હતી. ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો.


આ પણ વાંચો:- પિતા કહેવા કે શું કહેવું? ઘરના બધા સુઈ ગયા બાદ 10 વર્ષની પુત્રી પર બગાડી નજર અને...


આ કાર અકસ્માતમાં સોની પરીવારની ત્રણ મહિલાના મોત થયા છે. જ્યારે અન્ય સાત લોકોને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે, આ સાત લોકોમાંથી એક બાળક અને અક મહિલાને ગંભીર ઇજા થતા તેમને કરમસદની હોસ્પિટલમાં રિફર કરાયા છે.


આ પણ વાંચો:- અમદાવાદની સરકારી શાળામાં બાળકોના પ્રવેશ માટે નેતાઓએ કરી ભલામણ


જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્ત વ્યક્તિઓને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ બનાવ સ્થળે નડિયાદ ગ્રામ્ય પોલીસ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.


અકસ્માતમાં મોત
1. ટીસાબેન હરીશ સોની (41 વર્ષ)
2. જીકીશા હરીશ સોની (15 વર્ષ)
3. નયનાબેન નારાયણ સોની (17 વર્ષ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube