નવનીત દલવાડી/ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં એક મોટી દુર્ઘટના બની છે. જૂની કામરોલ ગામે આવેલ કોઝવેના ધસમસતા પાણીમાં તણાઈ જતા ત્રણ લોકોના કરૂણ મોત થયા છે. જૂની કામરોલ ગામે નદીના વહેણમાં તણાઈ જતાં 2 મહિલા અને 1 બાળકનું મોત નિપજ્યું છે. તળાજાના પાવઠી ગામનો જીંજાળા પરિવાર વાલાદાદાના દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે આ દુર્ઘટના બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની ઘાતક આગાહી; આ વરસાદ તો કઈ નથી, જુલાઈ-ઓગસ્ટમાં વરસાદ ગાભા કાઢી નાંખશે!


આ ઘટનામાં દયાબેન ભદ્રેશભાઈ જીજાળા, મુક્તાબેન વેલાભાઈ જીજાળા અને બે વર્ષીય અમીબેન ભદ્રેશભાઈ જીજાળાનું મોત થયું છે, જ્યારે એક બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્રણેય વ્યક્તિઓ તળાજા તાલુકાના પાવઠી ગામના હોવાનું જાણવા મળ્યું છે. પાવઠી ગામના કુલ પાંચ વ્યક્તિઓ જૂની કામરોલ ગામે દાદાના દર્શને ગયા હતા.


આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી


ભાવનગર જિલ્લામાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે, અને અનેક નદીઓ અને જળાશયો તૂફાન પર છે, ત્યારે નદીમાં અકસ્માતે ડૂબી જતા પાંચમાંથી ત્રણ વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબે તપાસ કરી ત્રણેય વ્યક્તિઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. 


દ. ગુજરાત- સૌરાષ્ટ્રમાં મેઘો મૂશળધારઃ સૌથી વધુ ખેરગામમાં 30 કલાકમાં 14 ઇંચ વરસાદ


મહત્વનું છે કે, બનાવના પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા દોડી આવ્યા હતા. બનાવની જાણ થતા તળાજાના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ સહિતના આગેવાનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતા.


માત્ર સાત વર્ષમાં આ શું થયું? ગુજરાતમાં વધુ એક ઓવર બ્રિજ બિસમાર હાલતમાં! લોકો પરેશાન