ઝી મીડિયા બ્યુરો: કોરોના (Coronavirus) દર્દીઓ માટે જીવન રક્ષક ગણાતા રેમડેસિવિર ઈન્જેકશનની (Remdesivir Injection) કાળા બજારીનો પર્દાફાશ થયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (Vadodara Crime Branch) દ્વારા આ કાળા બજારીને ઝડપી પાડવામાં આવી છે. વડોદરા (Vadodara) ક્રાઇમ બ્રાન્ચે ઇન્જેક્શનની કાળા બજારી કરતાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ખુબ જ ચિંતાજનક છે. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓને નવું જીવન પ્રદાન કરતા રેમડેસિવિરની (Remdesivir Injection) અછત સર્જાઈ છે. દર્દીના સ્વજનો ઈન્જેકશન (Remdesivir Injection) માટે આમતેમ ભટકી મોં માંગી કિંમત આપવા તૈયાર હોવા છતાં ઈન્જેકશન મળી રહ્યા નથી. તેવામાં કેટલાક કૌભાંડીઓ આ કિંમતી ઈન્જેકશનની (Injection) કાળા બજારી કરીને તકનો લાભ ઉઠાવી ખૂબ રૂપિયો કમાઈ રહ્યા છે. ત્યારે વડોદરા (Vadodara) ક્રાઇમ બ્રાન્ચે આ કિંમતી ઈન્જેકશનની (Injection) કાળા બજારી કરતાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. 


આ પણ વાંચો:- વડોદરામાં વાવાઝોડું : ભારે પવનથી ગોત્રી હોસ્પિટલની નર્સ પર કાચ તૂટી પડ્યો, ઈજાગ્રસ્ત થયા


વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના આક્સિજન પ્લાન્ટના ઓપરેટર સોહિલ દરબાર 15 હજારમાં ગેરકાયદે રેમડેસિવિર ઇન્જેક્શન વેચતો ઝડપાયો હતો. સોહિલએ કાળા બજારીમાં સંડોવાયેલા અન્ય બે શખ્સોના નામનો ખુલાસો કર્યો હતો. ગોત્રી હોસ્પિટલના સર્વન્ટ શૈલેષ પ્રજાપતિ અને કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા વર્ષા ડામોરના નામનો ખુલાસો કર્યો છે. શૈલેષ પ્રજાપતિ આરોપી સોહિલને 14 હજારમાં ઇન્જેક્શન આપતો હતો અને શૈલેષ પ્રજાપતિને આરોપી વર્ષા ડામોરએ ઇન્જેક્શન આપ્યું હતું. કોઈપણ લાયસન્સ વગર તમામ આરોપીઓ ઇન્જેક્શનનું વેચાણ કરતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube