Gujarat Monsoon 2024: ચોમાસાની શરૂઆત તો ગુજરાતમાં ઘણા સમયથી થઈ ગઈ છે. પરંતુ દક્ષિણ અને સૌરાષ્ટ્ર સિવાયના અન્ય વિસ્તારમાં મેઘરાજા હાથતાળી આપી રહ્યા હતા. પરંતુ હવે જે વિસ્તાર કોરા હતા ત્યાં પણ પાણી પાણી થઈ ગયું છે. જે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ રહી ન હતી. ત્યાં હવે એવો વરસાદ વરસ્યો છે કે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ બની ગઈ છે. જુઓ ઉત્તર ગુજરાતમાં આફત બનેલા વરસાદનો આ અહેવાલ.


  • પાટણ થઈ ગયું પાણી-પાણી

  • બનાકાંઠામાં હાલ થયા બેહાલ

  • મહેસાણામાં મનમુકીને વરસ્યા મેઘરાજા

  • સાબરકાંઠામાં સામાન્ય વરસાદમાં પાણી-પાણી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોમાસાનું આગમન થયું ત્યારથી વરસાદ ઉત્તર ગુજરાતને કદાચ અન્યાય કરતો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દેધનાધન આવતો વરસાદ ઉત્તરમાં હાથ તાળી આપી રહ્યો હતો. પરંતુ હવે જ્યારે વરસાદનું આગમન થયું તો એવું થયું કે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. પાટણ શહેરમાં આવેલા ધોધમાર વરસાદને કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન કાગળ પર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વરસાદને પગલે રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેરની અંદર પ્રવેશ અને બહાર નીકળવા માટે એક માત્ર ગરનાળુ પાણી પાણી થઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાટણ શહેરના આનંદ સરોવર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. રોડ પર પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો.


પાટણ પછી બનાસકાંઠાનું લાખણી ગામ જ્યાં બજારમાં નદીનો પ્રવાહ પસાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદને પગલે બજારમાં રહેલી દુકાનો ખુલી શકી નહતી. અનેક દુકાનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ધંધા રોજગારને પણ અસર પહોંચી હતી. લાખણીની સાથે વાવમાં પણ ધોધમાર વરસ્યો. ભારે વરસાદને વાવમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા. થરાદ-સાંચોર હાઈવે જળમગ્ન જોવા મળ્યો. હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી.


બનાસકાંઠાના વડુમથક પાલનપુરના છે. પાલનપુર પાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન પાણી પાણી થતો જોવા મળ્યો. અનેક જગ્યાએ જળમગ્ન જેવી સ્થિતિ જોવા મળી. રોડ પર અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા. આ સમુદ્ર નહીં પણ નડાબેટનું રણ છે. ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેટમાં આવેલા વરસાદને કારણે રણમાં પાણી ભરાઈ ગયું. રણમાં પાણી ભરાતાં રણ દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.


  • ઉત્તરમાં આવ્યો પણ આફત લાવ્યો!

  • ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ 

  • બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યું!

  • વાવમાં વરસ્યો, નડાબેટના રણને બનાવી દીધું દરિયો!

  • મહેસાણામાં મુશળધાર વરસાદથી બધે જ પાણી-પાણી

  • સાબરકાંઠામાં સામાન્ય વરસાદમાં જળબંબાકાર 


બનાસકાંઠા પછી મહેસાણા જિલ્લાના ઊંઝામાં ભારે વરસાદને પગલે અંડરપાસ પાણીમાં સમાઈ ગયો. અંડરપાસે જાણે જળસમાધી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી. ઊંઝા શહેરમાં અન્ય જગ્યાએ પણ પાણી ભરાઈ જતાં શહેરીજનોને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો. શક્તિપીઠ બહુચારાજીમાં પણ તંત્રના પાપે અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા. સવારથી જ વરસેલા વરસાદને કારણે બહુચરાજી-શંખલપુર રોડ પાણી-પાણી થઈ ગયો હતો...આ રોડ પર આવેલી અનેક સોસાયટી જળમગ્ન થઈ ગઈ હતી.


સાબરકાંઠા જિલ્લામાં પણ મુશળધાર વરસાદને કારણે અનેક જગ્યાએ જળભરાવના દ્રશ્યો જોવા મળ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં જ પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનનો ફુગ્ગો ફૂટી ગયો. શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.