• ક્રેનની મદદથી એક કલાકની જહેમત બાદ તળાવમાંથી બહાર કઢાયેલી કારમાંથી ત્રણે શિક્ષકોનાં મૃતદેહો જોઇ પરિવારજનોનાં હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું


ઝી મીડિયા/બ્યૂરો :બે દિવસ પહેલા મહેસાણાના પાંચોટ તળાવમાં વહેલી સવારે એક કાર ખાબકી હતી. વહેલી પરોઢે રોડ પાસે આવેલા તળાવમાં કારમાંસ વાર 3 શિક્ષકોના મોત નિપજ્યા હતા. એક મહિલા અને 2 પુરુષ શિક્ષકો મહેસાણાથી નોકરી માટે નીકળ્યા હતા. ત્યારે ગાડી વચ્ચે કૂતરું આવતા કાર ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર તળાવમાં ખાબકી હતી. પરિવારજનો માટે તેમના માટે ભારે બની રહ્યા હતા. જેમાં એક શિક્ષકના હજી 13 દિવસ પહેલા જ લગ્ન થયા હતા. હજી તો તેમની પત્નીના હાથની મહેંદી પણ ઉતરી ન હતી, ત્યાં શિક્ષક પતિના મોતના સમાચાર આવતા નવોઢાના સપના રોળાયા હતા. 


આ પણ વાંચો : તમારા ઘરે કે આજુબાજુ કોઈ બ્રિટનથી આવ્યું હશે તો આ ગાઈડલાઈન ખાસ જાણી લેજો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રેનની મદદથી એક કલાકની જહેમત બાદ તળાવમાંથી બહાર કઢાયેલી કારમાંથી ત્રણે શિક્ષકોનાં મૃતદેહો જોઇ પરિવારજનોનાં હૈયાફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ઘટનામાં મહેસાણાના શિક્ષિકા સ્મિતાબેન જનસારી, બાસણાના વિપુલ ચૌધરી અને વીસનગરના આનંદ પરમારનું મોત નિપજ્યું હતું. એક કલાકની ભારે જહેમત બાદ ત્રણેય શિક્ષકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ત્રણેય શિક્ષકોમાંથી એક આનંદ પરમારના લગ્ન હજી 13 દિવસ પહેલા જ થયા હતા. 10 ડિસેમ્બરના રોજ તેમના લગ્ન થયા હતા. ત્યારે તેમની પત્ની પતિના મોતના સમાચારથી હેબતાઈ ગયા હતા. 


આ પણ વાંચો : લીલી ડુંગળીના ભાવ ગગડ્યા, 4 રૂપિયે કિલો પહોંચી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો 


[[{"fid":"298705","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mehsana_teacher_accident_2.jpg","field_file_image_title_text[und][0][value]":"mehsana_teacher_accident_2.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mehsana_teacher_accident_2.jpg","field_file_image_title_text[und][0][value]":"mehsana_teacher_accident_2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"mehsana_teacher_accident_2.jpg","title":"mehsana_teacher_accident_2.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


તો શિક્ષક વિપુલ ચૌધરીને પણ બે નાના પુત્રો હતા, જેઓ પિતાની લાશને જોઈને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. મિતાબેનના પતિ પણ પત્નીની લાશ જોઈને આઘાતમાં સરી પડ્યા હતા. રસ્તામાં જ તેઓની પત્ની સાથે વાત ચાલી રહી હતી ત્યારે જ અકસ્માત સર્જાયો હતો. ફોન કટ થઈ જતા તેઓને કંઈક અઘટિત થયાનું અનુભવાયું હતું. જેથી તેઓએ બીજી ગાડીમાં જઈ રહેલા અન્ય એક શિક્ષકનો સંપર્ક કર્યો હતો. જેના બાદ તેઓને પત્નીના મોતના સમાચાર મળ્યા હતા. મહેસાણાના ત્રણ શિક્ષકોના મોતના પગલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ટ્વીટ કરીને દુખની લાગણી વ્યક્ત કરી હતી.