મહેસાણા-ગાંધીનગર લિંક રોડ પરના ખેતરમાં બાળકીની લાશ મળી, ગળે દુપટ્ટો વાળેલો હતો
crime news : પરિવારમાં રાત્રે માતા પાસે સુઈ રહેલી બાળકી 3 વાગે ગુમ થઇ હતી. રાત્રિ દરમ્યાન શોધખોળ બાદ આખરે વહેલી સવારે નજીકના ખેતરમાંથી મૃત હાલતમાં મળી
મહેસાણા-ગાંધીનગર લીંક રોડ પરના ખુલ્લા ખેતરમાંથી સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા થયેલી લાશ મળી
ગળામાં દુપટ્ટો વીંટાયેલો હોવાથી ગળે ફાંસો આપી હત્યા કરી હોવાની આશંકા
મજૂરી કામ કરતી માતા અને પિતાથી દુર રહેતી બાળકી હત્યાથી માતા-પિતા બંને શંકાના ઘેરામાં
તેજસ દવે/મહેસાણા :મહેસાણા શહેરમાં ગાંધીનગર લિંક રોડ ઉપર ખુલ્લા ખેતરમાંથી સાડા ત્રણ વર્ષીય બાળકીની હત્યા થયેલી લાશ મળતા ચકચાર મચી ગઇ છે. ગોકુલધામ ફ્લેટ સામે ઝુંપડામાં રહેતા પરિવારમાં રાત્રે માતા પાસે સુઈ રહેલી બાળકી 3 વાગે ગુમ થઇ હતી. રાત્રિ દરમ્યાન શોધખોળ બાદ આખરે વહેલી સવારે નજીકના ખેતરમાંથી મૃત હાલતમાં મળી હતી. મજૂર પરિવારની પુત્રી પિતા દ્વારા તરછોડાયેલી હતી અને માતા સાથે રહેતી હતી.
મહેસાણા ગાંધીનગર લિંક રોડ પર ગોકુલધામ ફ્લેટ આવેલ છે. આ ફ્લેટ સામે ઝૂંપડપટ્ટી આવેલી છે. જેમાં રાધિકાબેન નામની મહિલા રહે છે. રાધિકાબેન મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. જેને સાડા ત્રણ વર્ષની દીકરી સોનાક્ષી છે. રાધિકાબેન મોડી રાત્રે દીકરી સોનાક્ષીને લઈને સૂઈ ગઈ હતી. લગભગ ત્રણ વાગ્યાની આસપાસ તેમની આંખ ખૂલતા જોયુ કે સોનાક્ષી બાજુમાં ન હતી. તેમણે ભારે શોધખોળ બાદ આસપાસના મજૂરોને જગાડ્યા હતા. જેઓએ પણ સોનાક્ષીની શોધખોળ કરી હતી.
આ પણ વાંચો : ગ્રીષ્મા હત્યા કેસ સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે, ફેનિલે ગુનો કબૂલવાનો ઈન્કાર કર્યો
આખરે બાળકી સોનાક્ષીની લાશ પાસેના એક ખેતરમાં મળી આવી હતી. સવારે સાત વાગ્યે સોનાક્ષીનો મૃતદેહ મળ્ય હતો. જેમાં તેને દુપટ્ટા વડે ફાંસો આપવામાં આવ્યો હતો. બાળકી જ્યારે મળી ત્યારે તેના ગળે દુપટ્ટો વીંટાળાયેલી હાલતમાં હતો. તેથી પ્રાથમિક તપાસમાં, બાળકીને ગળે ટૂંપો આપી તેની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાસ્થળે જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને એ ડિવિઝન પોલીસ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, બાળકીની માતા રાધિકાબેનને પતિ સાથે મતભેદ હોવાથી તે તેને લઈને અલગ રહેતી હતી. તેઓ સાસરીમાંથી રિસાઈને મહેસાણા કાકાને ત્યા આવીને મજૂરીકામ કરતા હતા. અને બાળકી તેના પિતા દ્વારા તરછોડાયેલી હતી.