Heart Attack : ગુજરાતમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં જ હાર્ટ એટેકથી મોતની ત્રીજી ઘટના સામે આવી છે. મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં એકનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજકોટમાં 19 વર્ષીય યુવકને હાર્ટએટેક આવ્યો હતો. બાથરૂમમાં તે ઢળી પડ્યો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના મવડી વિસ્તારમાં સરદારનગર પટેલ બોર્ડિંગ પાસે રાજેશ સાવલિયાને 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો પુત્ર છે. આદર્શ ગત રોજ બાથરૂમમાં પડી ગયો હતો. તેના પરિવારજનોને આ વિશેની જાણ થતા જ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. તબીબોએ જણાવ્યું કે, હાર્ટએટેકથી આદર્શનું મોત નિપજ્યું છે. રાજેશભાઈ કારખાનું ચલાવે છે અને આદર્શ તેમનો એકનો એક પુત્ર હતો. ત્યારે આદર્શના મોત બાદથી પરિવાર પર આભ તૂટી પડ્યું. 


વીઘા જમીનો છે, પણ પરણવા કન્યા નથી : મધ્ય ગુજરાત પાટીદાર સમાજે લીધો મોટો નિર્ણય


વેપારીને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવ્યો
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ભત્રીજા સાથે બાઈક પર જઈ રહેલા રાજસ્થાનના યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને બાદમાં બાઈક પરથી નીચે પડી જતા કપાળ તથા નાકના ભાગે ઈજા થઇ હતી બીજી તરફ તેનો ભત્રીજો તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું.


 


દીકરી લગ્ન કર્યા બાદ પરીક્ષા આપવા જતા વિદાય રોકી રખાઈ, જાનૈયા રાહ જોઈને બેસી રહ્યાં


મોરબીમાં મોત
ગત રોજ મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં કારખાનના ચોકીદારને દરવાજો ખોલતા સમયે હાર્ટ એટેક આવ્યો હતો. તે ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે લઈ જવાતા તેનું મોત થયુ હોવાનું તબીબોએ જણાવ્યું. મેટાટેક ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં ચોકીદારને એટેકનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. ચોકીદાર શ્રીહરી બહાદુર પરીપાળ (૪૩) નું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું. 


શ્રમિકોને પગાર વધારો આપવાનો ઉદ્યોગ સંગઠનનો ઈન્કાર, સરકારની જાહેરાતનો છેદ ઉડાડ્યો