Ahmedabad સહિત આ શહેરોમાં થન્ડરસ્ટોર્મની આગાહી, વરસાદ સાથે 40 km કલાકની ઝડપે ફૂંકાશે પવન
ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો (Corona Epidemic) કહેર જોવા મળી રહ્યો છે. એવામાં એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા થન્ડસ્ટોર્મની (Thundstorm) આગાહી કરવામાં આવી છે
અર્પણ કાયદાવાલા/ અમદાવાદ: ગુજરાતમાં એક તરફ કોરોના મહામારીનો (Corona Epidemic) કહેર જોવા મળી રહ્યો છે. એવામાં એપ્રિલ મહિનાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા થન્ડસ્ટોર્મની (Thundstorm) આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ (Ahmedabad), બનાસકાંઠા, પાટણ, મોરબી (Morbi), સુરેન્દ્રનગર, બોટાદ અને કચ્છમાં (Kutch) આગામી 3 કલાકમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, આ શહેરોમાં હળવા વરસાદ (Rain) સાથે 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
જો કે, હવામાન વિભાગની આગાહી બાદ મોરબી જિલ્લાના વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે. બપોરની અસહય ગરમી બાદ સાંજે છૂટા છવાયા છાંટા જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી છાંટા પડતા ખેડૂતો ચિંતત જોવા મળી રહ્યા છે. ખેતરમાં તૈયાર થયેલા જણસના પાકને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આ પણ વાંચો:- કોરોના કાળમાં આર્થિક સ્થિતિથી ભાંગી પડેલા લોકોની વહારે આવ્યા સુરતના ભામાશા
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી અને સાયક્લોનીક સર્ક્યુલેશનના કારણે કચ્છ અને જામનગરમાં વીજળીના ચમકારા અને વરસાદ સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જો કે, છેલ્લા કેટલાક દિવસથી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube