અતુલ તિવારી/ અમદાવાદ: શિયાળાની ઋતુની શરુઆત થાય એટલે ઘરના કબાટમાં કે પોટલામાં સાચવેલા ગરમ કપડાં નિકળવા માંડે છે. એમાંય ગુજરાત જેવા રાજ્યમાં શિયાળાની શરૂઆતે વહેલી સવારે અને મોડી રાત્રે જ ગરમ કપડાની ખાસ જરૂરિયાત ઉભી થાય છે. આમ જોવા જોઈએ તો દિવાળીના તહેવારની આસપાસથી જ ગરમ કપડાંનું બજાર દરેક નાના-મોટા શહેરમાં લાગવાનું શરૂ થઇ જાય. પણ આ વર્ષે ચોમાસાએ લાંબી મજલ કાપી, એટલે શિયાળો હજુય પૂર બહારમાં ખિલ્યો નથી. છતાં અમદાવાદમાં શિયાળીની ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લાં કેટલાંક દિવસથી કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં બેઠા બેઠા પણ કાશ્મીરમાં હોઈએ તેવી અનુભૂતિ થવા લાગી છે. હવે શિયાળામાં ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા લેવાનું વિચારી રહ્યા જ હશો. તો આજે અમે તમને જણાવીશું કે ક્યાં સારા સ્વેટર મળી રહ્યા છે. અમદાવાદમાં તિબેટન રેફ્યુજી સ્વેટર બજાર અમદાવાદમાં શરૂ થઈ ગયા છે. શિયાળાની શરૂઆત થતા જ અમદાવાદમાં ગરમ કપડાના વેપારીઓનું આગમન થયું ચૂક્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડિઝાઈનર જેકેટ, સ્વેટર, ગ્લોવ્ઝ, અવનવી ડિઝાઇનવાળી કેપ, સ્કાફનું વેચાણ શરૂ થયું છે.


ઘાટલોડિયા ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, ક્રાઈમ બ્રાંચે બેની અટકાયત કરી, હવે ખૂલશે મોટા રહસ્યો!


અમદાવાદમાં ક્યાં સારા સ્વેટર મળી રહ્યા?
ગરમ કપડા ખરીદતા પહેલા લોકોનો મોટો પ્રશ્ન હોય છે કે ક્યાંથી ખરીદવું? કારણ કે બજારની અંદર ઠંડીથી રક્ષણ આપવા કપડાંની જગ્યાએ દેખાવમાં સુંદર હોય પરંતુ ઠંડી સામે ટકી જ ના શકે તેવા કપડા મળવા લાગ્યા છે. તો આજે અમે તમને જણાવવા  જઈ રહ્યા છે કે, અમદાવાદના હેલ્મેટ સર્કલ પાસે આવેલા અદાણી ગેસસ્ટેશનની સામે આવેલા મેદાનમાં વેપારીઓએ શિયાળામાં ગરમ કપડાં માટે સ્ટોલ લગાવ્યા છે. જો કે આ વર્ષે જુદી જુદી ચીજોમાં જે પ્રકારે ભાવવધારો જોવા મળ્યો છે એ જ પ્રકારે ગરમ કપડાના ભાવમાં પણ ભાવવધારો જોવા મળશે. ગતવર્ષની સરખામણીમાં 20 ટકા જેટલો ગરમ કપડાના ભાવમાં વધારો થયો છે. બાળકોના સ્વેટર, જેકેટના ભાવની શરૂઆત 600થી 800 રૂપિયા, જ્યારે યુવાનો માટે જેકેટના ભાવની કિંમત 800થી 1000 રૂપિયા છે. સ્વેટર બજારનો સમય સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. આ સિવાય તિબેટન રેફ્યુજી સ્વેટર બજાર અમદાવાદ સિવાય રાજ્યના જુદા જુદા શહેરોમાં ખૂલ્યા છે.


Gujarat માં આ શું થવા બેઠું છે?, રાજકોટ જિલ્લાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોના હાથ પગ ઝકડાયા, લોકોમાં દહેશત


તિબેટન રેફ્યુજી સ્વેટર બજાર વિશે...
અમદાવાદમાં દર વર્ષે  તિબેટીયન લોકો ખાસ કરીને ગરમ કપડાં બનાવવા અને વેચવા માટે જાણીતા છે. તેમની વસ્તુઓ ટકાઈ પણ હોય છે. નવી ફેશન અનુરૂપ આજે તિબેટના લોકોએ પણ ફેશનેબલ  ગરમ કપડાં  બનાવવાનું શરૂ કર્યું છે જેના કારણે તમે અહીંથી કપડા ખરીદી શકો છો. તિબેટીયન માર્કેટમાં 100 રૂપિયાથી દરેક વસ્તુઓ શરૂ થાય છે. જેમાં તમે ટોપી, મોજા, મફલર, જેકેટ, સ્વેટર, નાના બાળકોના કપડાં તમારા ખિસ્સાને પરવડે તે ભાવે મળે છે. અહીં શોલ, ગરમ ધાબળા નવી ફેશનેબલ વેરાયટીઓ સાથે મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube