અર્પણ કાયદાવાલા/અમદાવાદ: મહિસાગરના લુણાવાડાના પાંગળી માતાના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો. એક વાહનચાલકે વાઘને જોતાં તેણે ફોટો પાડીને શેર કર્યો હતો. સ્થાનિક લોકોને તેની જાણ થતાં જ વન વિભાગને આ બાબતની જાણકારી આપવામાં આવી. ત્યારે હવે વન વિભાગ દ્વારા વાઘ હોવાની પૃષ્ટી કરવામાં આવી છે. પરંતુ આ વાઘ ક્યાંથી આવ્યો તે અંગે હજી કોઇ પણ પ્રકારની માહિતી મળતી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે વિસ્તારમાં વાઘ દેખાયો હતો તે વિસ્તારમાં વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ. વનવિભાગે ફોટોની તપાસ કરતા વાઘ ગઢ ગામ દેખાયા પૃષ્ટિ કરવામાં આવી છે. વનવિભાગને વાઘના પંજાના નિશાન મળી આવ્યા. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મહત્વનું છે, કે અમદાવાદની વન વિભાગની ટીમ પણ વાઘ અંગે સર્ચ કરવા માટે પહોંચી ગયા છે. 


મહત્વનું છે, કે વન વિભાગ હજી પ્રત્યક્ષ રીતે જોઇ શક્યું નથી પરંતું અગાઉ મધ્યપ્રદેશમાં જોવાયેલા વાઘ અને મહિસાગરમાં જોવામાં આવેલા વાઘના પટ્ટા સરખા હોવાની સાથે પંજાના નિશાન પણ સરખા આવ્યા છે. આ વાઘને શોધવા માટે વન વિભાગની સાથે સ્વયંસેવકો પણ જોડાયા છે.


કોડિનાર: ભવ્ય લોક ડાયરામાં કલાકાર બ્રિજરાજ ગઢવી પર થયો રૂપિયાનો વરસાદ


વન વિભાગની ટીમ દ્વારા વાઘ દેખાયો હોવાની સંભવીત જગ્યાની આસપાસના વિસ્તારોમાં નાઇટ વિઝન કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. એ પ્રકારની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે , કે આ વાધ રાજસ્થાનથી પણ આવ્યો હોઇ શકે છે. હાલ અલગ અલગ ટીમો બનાવી સર્ચ હાથ ધરાયું છે. તેમજ વાઘ છે કે નહીં તે તપાસ માટે નાઈટ વિઝન કેમેરા પણ ગોઠવાયા છે. જેથી કરીને વાઘના લોકેશનની માહિતી મળી શકે.