અલ્પેશ સુથાર/મહિસાગર: જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી ૮ કિલોમીટર દૂર આવેલા કંતારના જંગલમાં એક વૃક્ષ પરથી વાઘના પંજાના નિશાન હોવાની ઝી 24 કલાકને Exclusive માહિતી આપવામાં આવી હતી. જેના કારણે Zee 24 kalak દ્વારા જંગલમાં નિશાન જોવા મળ્યા હતા. ઝી 24 કલાક તે જગ્યાએ પહોંચ્યું હતું. આ એજ જગ્યા છે કે, જ્યાં એક વર્ષ અગાઉ વન વિભાગની બેદરકારીના કારણે મોત નીપજયું હતું. તે જગ્યા ઉપર આવેલા ઝાડ ઉપર વાઘના પંજાના નિશાન જોવા  મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દારૂરાસ વિશે સાંભળ્યું છે? કચ્છનાં આ રાસમાં વહે છે દારૂની નદીઓ આ રહ્યો વીડિયો


જો કે આ નિશાન વાઘના હોવાનું ઝી 24 કલાક પુષ્ટિ કરતું નથી, પરંતુ એક વર્ષ અગાઉ પણ ગામલોકો વાઘને પરિવાર સાથે જોવા મળ્યો હતો. તે વખતે પણ જણાવતા હતા પરંતુ વનવિભાગ માનતું ન હતું. જો કે વાઘ હોવાના સમાચારને પગલે ક્યાંકને ક્યાંક વન વિભાગ જાગ્યું હતું. નાઈટ વિઝન કેમેરા જંગલમાં મૂકી દેવામાં આવ્યા.  આ કેમેરામાં વાઘનો ફોટો કેપ્ચર થયો હતો. ત્યારબાદ જ વનવિભાગ દ્વારા વાઘ હોવાની પુષ્ટિ કરી હતી. જો કે તે સમયે પણ વનવિભાગની બેદરકારીના કારણે વાઘનો જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જો કે હવે ફરી એક વર્ષ બાદ મહિસાગર જિલ્લામાં વાઘ હોવાના સમાચાર વહેતા થયા છે ત્યારે વનવિભાગ શું તપાસ કરે છે તે જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube