તેજશ મોદી/સુરત :Tiktok પર વીડિયો બનાવી સતત વિવાદોમાં રહેલી સુરતની કીર્તિ પટેલ (kirti patel) એક મોટા વિવાદમાં ફસાઈ છે. હત્યાની કોશિશના મામલે કીર્તિ પટેલની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. છેલ્લા કેટલાય દિવસોથી કીર્તિ પટેલ tiktok પર વીડિયો બનાવી મૂકી રહી હતી. એક ગ્રુપ સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો, જે મામલે રઘુ ભરવાડ નામના યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હોય તેઓ કહેવામાં આવ્યું છે. પોલીસે કીર્તિના સાથીદારની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે. કેટલાક દિવસથી ચાલતી માથાકૂટ વચ્ચે કીર્તિએ ટિકટોક (tiktok star) પર તેને જોઈ લેવાની ધમકી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

tiktok ગર્લ કીર્તિ પટેલ છેલ્લા કેટલાય દિવસથી સતત પોતાના વીડિયો વાયરલ કરી રહી હતી. થોડા સમય અગાઉ એક જ વિનંતી વિષયક વીડિયો મુદ્દે એ મોટી માથાકૂટ થઈ હતી. જોકે તેમાં સમાધાન થયા બાદ પણ એક ગ્રુપ સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ગત રાતના રોજ કીર્તિના સાગરીત હનુ ભરવાડે એક યુવક પર હુમલો કર્યો હતો. જે સમયે આ ઘટના બની ત્યારે કીર્તિ ત્યાં હાજર હતી. હુમલો કરીને હનુ ભરવાડ તો ભાગી ગયો હતો, પરંતુ કીર્તિ પટેલની પુણા પોલીસે ધરપકડ કરી હતી. થોડા દિવસ અગાઉ કીર્તિ દ્વારા સોશિયલ મીડિયામાં અને તેમાં પણ ખાસ કરીને tiktok પર એક ગ્રૂપને ટાર્ગેટ કરી વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો. આ વીડિયોમાં કીર્તિ પટેલ કોઈનું પણ નામ લીધા વગર ખુલ્લી ધમકી આપી રહી હતી. જે મુદ્દે જ હત્યાની કોશિશની ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે. જોકે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે તેવું સુરત સી-ડિવીઝનના એસીપી એમ.બી વસાવાએ જણાવ્યું હતું. 


કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. tiktokના વીડિયો વિવાદિત હોય છે. થોડા સમય અગાઉ પ્રતિબંધિત પક્ષી એવા ઘુવડ સાથેનો તેનો tik tokનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ પણ વસુલ કર્યો હતો. જોકે આ સમગ્ર વિવાદ બાદ હાલમાં થયેલી કીર્તિની ધરપકડ અંગે તેના વકીલ દર્શન વેગડાનું કહેવું છે કે કીર્તિને સતત ધમકીઓ મળી રહી હતી. કેટલાક લોકો તેને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા. આ સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે તેઓ ઉના પોલીસ મથકે પહોંચ્યા હતા. જોકે પોલીસે ફરિયાદ નોંધાઈ ન હતી અને ત્યારબાદ હુમલાની આ ઘટના બની હતી. પોલીસ દ્વારા કીર્તિની ફરિયાદ લેવામાં આવે તેવી માંગણી વકીલ દ્વારા કરવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...