Surat News ચેતન પટેલ/સુરત : ટીક ટોકથી સોશ્યલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગનાર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના બિલ્ડર વધુ કાત્રોડીયાને ધમકાવીને તેની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ પણ કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીને અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરી થી પૈસા કઢાવવા ઈચ્છતો હતો અને એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડીયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.


સ્માર્ટ મીટરનું બેસણું : વડોદરામાં જૂના મીટર લગાવવાની માંગ સાથે રસ્તા પર ઉતર્યા લોકો


વજુ કાત્રોડીયાના ફોટા સાથે રીલ્સ કીર્તિ પટેલ અને વિજય સવાણીએ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈને અપશબ્દો કહીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મરાવી નાખવાની પણ ધમકી પણ આપવામાં આવી હતી.


અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજથી વધુ રૂપિયા ચૂકવવા પડશે, આ રહ્યો Toll Tax નો નવો ભાવ