અંબાજી: ગુજરાતમાં ભારદવી પૂનમનું અનેરૂ મહત્વ છે. ભાદરવી પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ગુજરાતના ખૂણે ખૂણેથીં મા અંબાના ભાવી ભક્તો તેમના દર્શને આવતા હોય છે. જ્યારે આજે ભાદરવી પૂનમના દિવસ હોવાથી અંબાજીમાં મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મેળામાં આવતા ગુજરાતભરમાંથી ભક્તો માટે અંબાજીમાં મા અંબાની આરતીમાં અને દર્શનના સમયમાં ફરેફાર કરવામાં આવ્યા છે. આ છે મા અંબાની આરતી અને દર્શનનો સમય....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: આજથી અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, ઉમટ્યો ભક્તિનો મહાસાગર


- સામાન્ય દિવસમાં મા અંબાની આરતી સવારે 7 વાગ્યે કરવામાં આવતી હતી ત્યારે આરતીના સમયમાં ફેરફાર કરી સવારે 6:15 વાગ્યાથી 6:45 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે.
- સવારની આરતી બાદ ભક્તો માટે સવારે 6:45 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી ભક્તો મા અંબાના દર્શન કરી શકે માટે મંદિર ખુલ્લું મુકવામાં આવશે.
- 11:30 વાગ્યાથી બપોર 12:30 વાગ્યાથી સુધી અંબાજી મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે.
- બપોર 12:30 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી પણ ફરી ભક્તોના દર્શન માટે મંદિરના દરવાજા ખુલ્લા મુખવામાં આવશે.
- સાંજની આરતીનો સમય 7:00 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.
- ભક્તો સાંજે 7:30 વાગ્યાથી રાત્રીના 1:30 વાગ્યા સુધી મા અંબાના દર્શન કરી શકશે.