અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus) નો ખૌફ વધી રહ્યો છે. વડોદરા શહેરમાં સેના (Army) ના ત્રણ જવાન પણ ઝપેટમાં આવી ગયા છે. સેનાની તરફથી જણાવાયું છે કે, શરૂઆતની તપાસમાં ત્રણ જવાનોને સંક્રમણ એટીએમ (ATM) બૂથના માધ્યમથી થયુ હોવાની આશંકા છે. કેમ કે, ત્રણેયે તે દિવસે એટીએમથી રૂપિયા કાઢ્યા હતા. તેમના સંપર્કમાં આવેલા 28 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સંજોગોમાં હવે આવનારા દિવસોમાં એટીએમને કારણે કોરોનાનો ચેપ ન ફેલાય એ માટે ઈન્ડિયન બેંક એસોસિએશન (IBA)એ હાલમાં જ ગાઇડલાઇન્સ જાહેર કરી છે. પોતાની ભલામણોમાં IBAએ ખાતાધારકોને કહ્યું કે તેઓ બેંકની શાખાઓમાં જવાનું ટાળે અને ઘરેથી જ ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધાનો ઉપયોગ કરીને ઓનલાઇન બેન્કિંગ કરે. જોકે, SBI સહિત અનેક બેંકોએ કેટલીક સેફ્ટી ટિપ્સ જાહેર કરી છે.


SBIની ATMને લઈને સેફ્ટી ટિપ્સ


  • બેંકના ATMના રૂમમાં કોઈ વ્યક્તિ પહેલાથી હાજર છે અને તે પહેલાથી ATMનો ઉપયોગ કરી રહ્યો છે તો થોડી રાહ જુઓ.

  • જો તમને ફ્લૂ છે તો ATMનો ઉપયોગ ન કરો.

  • ATMમાં જતાં પહેલા સેનેટાઇઝરનો ઉપયોગ કરો. તેનો હંમેશા ઉપયોગ કરવો જરૂરી છે. ATM રૂમમાં અલગ-અલગ સ્થળે અડવાનું ટાળો.

  • ATMની લાઇનમાં ઊભા રહેવા દરમિયાન અચાનક છીંક આવે છે તો પોતાના મોંને રૂમાલ કે ટિશ્યૂથી ઢાંકો.

  • ઉપયોગમાં લેવાયેલા ટિશ્યૂ કે માસ્કને ATMના રૂમમાં ન ફેંકો.

  • જો તમે ક્યાંય પણ સ્પર્શ કરો છો તો તાત્કાલિક સેનેટાઇઝરથી હાથને સાફ કરો.

  • ATM લાઇનમાં ઊભા રહો ત્યારે પોતાના ચહેરા, નાક અને મોંને સ્પર્શ કરવાનું ટાળો. લાઇનમાં ઊભેલા લોકોથી એક મીટરનું અંતર રાખો.

  • ATM ચેમ્બરમાં જો ભૂલથી કોઈ જગ્યાએ સ્પર્શ થયો છે તો તાત્કાલિક વાઇપ્સ અને સેનેટાઇઝરથી હાથ સાફ કરો.

  • ઓનલાઇન ટ્રાન્જેક્શનનો ઉપયોગ કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube