રક્ષિત પંડ્યા, રાજકોટ : સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ભારે સ્વરૂપ લઇ રહ્યો છે ત્યારે હવે ગુજરાતનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી સતર્ક બન્યું છે. વિદેશથી આવતા લોકોનું એરપોર્ટ પર ચકાસણી કરી ખાસ સુવિધા કરવામાં આવી છે.. સૌરાષ્ટ્રના પાટનગર જેવા રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં થાઈલેન્ડ અને દુબઈ સહિત અન્ય દેશમાંથી આવેલા વ્યક્તિઓને ઓબ્ઝર્વમાં રાખવામાં આવ્યા છે જેનું મોનીટરીંગ રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં બોર્ડના પરીક્ષાર્થીઓને મળી અફલાતુન ગિફ્ટ, આઇડિયા જાણીને કરશો સલામ


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં તમામ અત્યાર સુધી રાજકોટ શહેરના 35 અને જિલ્લાના 27 વ્યક્તિઓને ઓબ્ઝર્વ ખાતે રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. 


ગુજરાતમાં ભર ઉનાળે સર્જાઈ ગયો છે વરસાદી માહોલ, કારણ કે...


તંત્ર દ્વારા શરદી , ઉધરસ , તાવ તેમજ ગળામાં દુખાવા જેવી ફરિયાદ જણાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવી રિપોર્ટ કરાવવા સાથે જ બને ત્યાં સુધી ખાસ એક બીજાનો ચેપ ન લાગે તે માટે હાથ મિલાવવા બદલે નમસ્તે રાજકોટ કરવા સૂચન આપવામાં આવ્યું છે. આ વિશે કલેક્ટર રેમ્યા મોહન દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube