સત્યમ હંસોરા/રાજકોટ :આજે રાજકોટમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. CAAના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ પ્રસંગે હાજર રહેલા સીએમ વિજય રૂપાણીએ ભૂતકાળની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આજની રેલી દેશભક્તોની મહારેલી છે. ટૂકડે ટૂકડે ગેંગ દેશને નબળો કરે છે. કલમ 370 હટતાં કાશ્મીરનો વાસ્તવિક વિકાસ શરૂ થયો છે. પીએમ મોદીએ ભારતની તાકાત બતાવી છે. સાથે જ તેમણે કહ્યું કે, દેશને નબળો કરનારા CAAનો વિરોધ કરી રહ્યા છે. CAAમાં કોઈનું નાગરિકત્વ લઈ લેવાની વાત નથી. CAAમાં નાગરિકતા આપવાની વાત છે. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું પૂરું કરવાનો આ પ્રયાસ છે.


1 kg પ્લાસ્ટિકના બદલામાં અહી મળે છે મેથીના ગોટા, કચોરી અને સમોસા...