આહ્વા : ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં ભારે વરસાદ પડે છે. જો કે ડુંગરાળ વિસ્તાર હોવાના કારણે તથા પથ્થરીયો વિસ્તાર હોવાના કારણે પાણી તળમાં ઉતરી શકતું નથી. જેના કારણે સૌથી વધારે વરસાદ પડતો હોવા છતા પણ ઉનાળામાં આ જ વિસ્તારની સ્થિતિ સૌથી વધારે દયાજનક હોય છે. જેના કારણે ડાંગના લોકો મોટેભાગે ઉનાળામાં દુર દુર સુધી પાણી લેવા જવા માટે મજબુર બને છે. તેવામાં એક એવા ખેડૂતની વાત જેણે પોતે જ કુવો ખોદ્યો હતો. કોઇની પણ મદદ વગર 32 ફૂટ ઉંડો કુવો ખોદી કાઢ્યો હતો. જેના કારણે ગામના સેંકડો લોકોને ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2002 રમખાણો મુદ્દે જાકીયા જાફરીએ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી


ડાંગ જિલ્લાના વહીવટી મથક આહ્વાથી 17 કિલોમીટર દુર આવેલા વાસુર્ણા ગામમાં 60 વર્ષીય ગંગાભાઇ જીવલ્યાભાઇ પવાર જેમને ખેતી માટે કુવાન જરૂર હતી. 20 વર્ષ સુધી સરપંચને રજુઆત કરી હતી. જો કે સરપંચે આ માંગણી નહી સ્વિકારતા આ ખેડૂતે આખરે પોતે જ કુવો ખોદવાનું શરૂ કરી દીધી હતી. પહેલો કુવો 10 ફૂટ જેટલો ખોદ્યો હતો જો કે નીચે પથ્થર નિકળતા તેનું કામ પડતું મુક્યું હતું. બીજો કુવો પણ 9 ફુટ જેટલો ખોદાયા બાદ ખડક આવી જતા તેને પણ પડતો મુક્યો હતો. ત્રીજો કુવો ખોદવાનું શરૂ કર્યું હતું. 


ગુજરાતના 105 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો આજે ક્યાં પડશે તોફાની વરસાદ


ભગવાન પણ પરિક્ષા લઇને થાક્યો નહોતોતેમ ત્રીજો કુવો 15 ફુટ ખોદતા પાણી નિકળ્યું હતું. જો કે આ કુવો સરપંચે સિંચાઇ યોજનામાં ફાળવી દીધો હતો. ચોથા કુવામાં 15 ફૂટે ખડક આવ્યા હતા. જો કે તેઓ પણ કુદરત સાથે લડી લેવાના મુડમાં હતા અને પાંચમા કુવાના શ્રીગણેશ કર્યા હતા. આ ખેડૂત રાત દિવસ જ્યારે પણ આંખ ખુલે ત્યારે માત્ર ખોદવાનું જ શરૂ કરી દેતા હતા. એકલા હાથે 14 મહિના સુધી સતત ખોદકામ કરીને 32 ફૂટનું ખોદકામ કર્યા બાદ આખરે કુવામાં પાણીનું તળ આવ્યું હતું. જ્યારે કુવામાં પાણી આવ્યું ત્યારે ગામલોકો પણ આશ્ચર્યથી અહીં ટોળે વળ્યાં હતા. સરપંચને ખબર પડતા તેઓ પણ આવ્યા હતા. પાણી જોઇને સરપંચ ગીતાબેન ગાવિત ભોંઠા તો ખુબ પડ્યાં પણ એક રાજકીય હસ્તી તરીકે ભોંઠા પડવા છતા મહેનત બિરદાવીને ચાલતી પકડી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube