* ઠગબાજ યુવકની વિચિત્ર પ્રેમ કહાની
* સ્કૂલ ના મિત્રો સાથે વર્ષો બાદ મળ્યો યુવક
* દોસ્તી નિભાવવા ની જગ્યાએ ઠગાઈ કરી
* કલકતા માં રહેતી પ્રેમિકા માટે 19 લાખની કરી ઠગાઈ
* મહિનાઓ સુધી હોટલમાં રોકાઈને ગર્લફ્રેન્ડના મોંઘા મોજશોખ પુરા કરાવ્યા 
* ગર્લફ્રેન્ડ ને મળવા માટે પ્લેનમાં જ મુસાફરી કરતો 
* ગર્લફ્રેન્ડ ને મોંઘા કપડા અને મોબાઈલ ની ગિફ્ટ સહીત લોન પુરી કરી આપી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ: ઇન્સ્ટાગ્રામ પર કોલકત્તાની યુવતી સાથે પ્રેમમાં પડેલો યુવક ઠગાઈના રવાડે ચઢી ગયો. યુવતીના હાઈફાઈ મોજશોખ પુરા કરાવવા માટે પ્રેમીએ તેના જ મિત્રોના 19 લાખ રૂપિયા નોકરી અપાવવાનું કહી ચાઉં કરી લીધા. સોશિયલ મીડિયાથી વર્ષો બાદ સ્કૂલ ફ્રેન્ડને આ યુવક મળ્યો અને લાખો રૂપિયા ચાઉં કરી લીધા. યુવતીના પ્રેમમાં પડેલો યુવક હવે જેલના સળિયા ગણી રહ્યો છે. 


સરકાર અને સી.આર વચ્ચે ગજગ્રાહ: અમિત શાહે કહ્યું હાલ પેટાચૂંટણી પર ધ્યાન લગાવો


આરોપી શખ્સ આઈટી એન્જીનીયર છે. જેનું નામ છે હર્ષદ પાટીલ. હર્ષદ પહેલા અમરાઈવાડીની એક સ્કૂલમાં ભણતો હતો. સ્કૂલ પુરી થયા બાદ તેના મિત્રો સાથે સંપર્ક તૂટી ગયો. જોકે સોશિયલ મીડિયા થકી ફરી તે તેના મિત્રોને મળ્યો. જો કે મિત્રતા નિભાવવાના બદલે આપ્યો દગો. આ હર્ષદે તેના મિત્ર મેહુલને એરક્રાફ્ટ એન્જીનીયરની નોકરીની લાલચ આપી અને પિતા આઈબીમાં હોવાથી ઓળખાણથી કાર્ગો ઓફિસરની લાલચ આપી ટુકડે ટુકડે 17 લાખ પડાવ્યા હતા. માત્ર આ એક જ મિત્ર નહિ પણ અન્ય એક સ્ત્રી મિત્રના પતિ અને પાડોશીને પણ નોકરીની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આરોપી હર્ષદે આ તમામ મિત્રોને પોતે એરપોર્ટ ખાતે એર ટ્રાફિક કન્ટ્રોલર તરીકે નોકરી કરતો હોવાનું કહી વિશ્વાસ જીત્યો હતો. બાદમાં તે બહાને તમામ લોકોના લાખો રૂપિયા પડાવી લીધા હતા.


ખોડલધામ: મંદિરમાં ધજા ચડાવવા માટે 100 લોકોને છુટ, ઓનલાઇન દર્શન કરવા લોકોને અપીલ


આરોપી સામે રામોલમાં ફરિયાદ થતા જ પોલીસ તેના ઘરે પહોંચી અને તેની અટકાયત કરી ધરપકડ કરી. આરોપી હર્ષદને પોલીસસ્ટેશન લાવી આટલા બધા રૂપિયાની તેના જ મિત્રો સાથે ઠગાઈ કેમ કરી તે બાબતે પૂછતાં તેના જવાબ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી. આરોપીએ કબુલાત કરી ઓગસ્ટ 2019 માં તેને ઇન્સ્ટાગ્રામ થકી કોલકાતાની એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો. મને તેને મળવા જતો અને હોટલમાં રોકાતો. આટલું જ નહીં પ્રેમિકા સામે ઇમ્પ્રેશન જમાવવા તેને 25 હજારના અવાર નવાર કપડા અને મોંઘા ફોન અપાવતો અને મોજશોખ પુરા કરાવતો. જોકે પ્રેમિકાને જાણ ન હતી કે હર્ષદ તેના જ મિત્રોને નોકરીની લાલચ આપીને ઠગાઈ કરી તેના મોજશોખ પુરા કરાવી રહ્યો છે.


ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા


આરોપીએ તેના પિતા આઈબીમા હોવાની પણ વાતો લોકોને કરતા હવે તેની પણ તપાસ કરાશે. બીજીતરફ આરોપી પોલીસ સામે કગરતો રહ્યો કે, તેને તેનો ગુનો કબુલ છે અને પોલીસ સામે એક આજીજી કરી કે તેની ગર્લફ્રેન્ડનો કોઈ વાંક ન હોવાથી તેની પર કોઈ કાર્યવાહી ન કરે. બીજી તરફ 19 લાખથી વધુની આ તમામ રકમ તેણે ગર્લફ્રેન્ડ પાછળ જ વાપરી કે અન્ય કોઈ જગ્યાએ તે બાબતે હવે પોલીસ તેના રિમાન્ડ મેળવી હિસાબ મેળવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube