તમાકુના ટેકાના ભાવનો મેનીફેસ્ટોમાં ઉલ્લેખ કરો નહિતો થશે નોવોટનું આંદોલન: ખેડૂતો
ચરોતરના ભારતીય કિશાન યુનિયનના દ્વારા આગામી લોકસભાની ચૂંટણી પહેલા જ તમાકુના ટેકાના ભાવને લઇને પહેલાથી જ ઉમેદવારોના નાક દબાવાનું શરૂ કરી દીઘું છે. અને જો લોકસભાની ચૂંટણીમાં તમાકુના ટેકાના ભાવનો ઉલ્લેખ કરવામાં નહિ આવે તો, ખેડૂતોએ નોવોટનું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
યોગીન દરજી/ ખેડા: તમાકુ પકવતા ખેડુતોને ટેકાના ભાવો ન મળે તો આગામી લોકસભાના ઇલેક્શનનો બહિસ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડા અને આણંદ જિલ્લામાં મોટી સંખ્યામાં ખેડુતો તમાકુની ખેતી કરે છે. પરંતુ વર્ષોથી તમાકુના પકવતા ખેડુતને સરકાર દ્વારા ટેકાના ભાવો અપાતા નથી. જેથી હવે ખેડુતોએ સરકાર સામે બાયો ચઢાવી છે.
ખેડુતોએ માંગણી કરી છે કે, સરકાર હોય કે વિપક્ષ આવખતના ચૂંટણી ઢંઢેરામાં તમાકુના ટેકાના ભાવો અપાવા માટેની જાહેરાત કરે. નહીતો ભારતીય કિશાન યુનિયન સાથે જોડાયેલા લાખો ખેડુતો લોકસભાની ચૂંટણીનો બહિસ્કાર કરશે. ખેડાના હેરંજ ગામે યોજાએલ ખેડુતોની મીટીંગમાં આ વાતનો ઠરાવ કરવામાં આવ્યો છે.
અમદાવાદ: રૂમાલથી એકબીજાના હાથમાં હાથ બાંધી પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત
ભારતીય કિશાન યુનીયનર કિશાન યુનીયનના પ્રમુખ રવીભાઇ પટેલે જણાવ્યું કે, આજે ખેડા સત્યાગ્રાહની ભુમીથી તમાકુના ટેકાના ભાવો મેળવવા માટે આહવાન કરાયું છે. તમાકુના 2 હજાર રૂપીયા ટેકાના ભાવો મળે તે માટે કિશાન પંચાયતનું આયોજન કરાયું છે. પક્ષ અને વિપક્ષને તા.22ના રોજ પત્ર લખી માંગણી કરી છે કે, તમે તમારા મેનીફેસ્ટોમાં તમાકૂના ટેકાના ભાવોનો ઉલ્લેખ કરો નહીતર અમે નોવોટનું આંદોલન કરવા તૈયાર છીએ.