ગુજરાતમાં કોરોનાના 1376 પોઝિટીવ કેસ, અમદાવાદમાં સૌથી વધુ 96 કેસ સાથે કુલ 104 નવા કેસ
રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે સવારે 10 વાગ્યા બાદ કોરોનાના કારણે આજે કુલ 104 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 96 કેસ, વડોદરામાં 3 કેસ, ભાવનગરમાં 2 કેસ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં 1-1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.
બ્રિજેશ દોશી, ગાંધીનગર: રાજ્યમાં કોરોના કહેરને લઈ દિવસેને દિવસે કોરોના પોઝિટીવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે ગુજરાત આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી કોરોના વાયરસ (Coronavirus)ના લેટેસ્ટ આંકડા જણાવ્યા હતા. તેમણે આપેલી માહિતી પ્રમાણે સવારે 10 વાગ્યા બાદ કોરોનાના કારણે આજે કુલ 104 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. જ્યારે 5 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે અમદાવાદમાં 96 કેસ, વડોદરામાં 3 કેસ, ભાવનગરમાં 2 કેસ, મહીસાગર, પંચમહાલ અને સાબરકાંઠામાં 1-1 કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે.
જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે કોરોના વાયરસથી અત્યાર સુધીના કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો 1376 પર પહોંચ્યો છે. જેમાં 10 દર્દીઓ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. ત્યારે 1220 દર્દીઓ સ્ટેબલ છે. આ ઉપરાંત 93 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે, કોરોના વાયરસના સંક્રમણથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક 53 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2664 ટેસ્ટ કર્યા કરવામાં આવ્યા છે. જેમાથી 277 કેસ પોઝિટીવ આવ્યા છે અને 2387 કેસ નેગેટીવ આવ્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26102 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંતી 1376 લોકોના કેસ પોઝિટીવ આવ્યા છે. જ્યારે 24726 લોકોના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે.
અમદાવાદમાં કોરોના પોઝિટિવનો આંકડો 861 પર પહોંચ્યો અને કુલ 25 લોકોના મોત થયા છે. વડોદરામાં કુલ 158 કેસ નોંધાયા અને 7 લોકોના મોત થયા છે. સુરતમાં કુલ 153 કેસ નોંધાયા અને કુલ 7 લોકોના મોત થયા છે. રાજકોટમાં 30 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 17 કેસ, ભાવનગરમાં 28 કેસ, કચ્છમાં 4 કેસ, મહેસાણામાં 4 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, પોરબંદરમાં 3 કેસ, પંચમહાલમાં 9 કેસ, પાટણમાં 15 કેસ, છટાઉદેપુર 6 કેસ, જામનગરમાં 1 કેસ, મોરબીમાં 1 કેસ, સાબરકાંઠામાં 2 કેસ, આંણદમાં 27 કેસ, દાહોદમાં 2 કેસ, ભરૂચમાં 22 કેસ, બનાસકાંઠામાં 8 કેસ, ખેડામાં 3 કેસ, બોટાદમાં 4 કેસ, નર્મદામાં 11 કેસ, અરવલ્લીમાં 1 કેસ અને મહીસાગરમાં 2 કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં કુલ કોરોના વાયરસના કારણે કુલ આંકડો 1376 પર પહોંચ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube