ગુજરાતમાં ફરી મોતનો `તાંડવ` શરૂ: 11 દિવસ બાદ બીજું મોત, આજના કેસ તમને ધ્રુજારી ઉપાડશે
રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 176 નવા કેસ નોંધાયા છે.
ઝી બ્યુરો/ગાંધીનગર: દેશમાં ફરી કોરોના મહામારીએ માથું ઉંચકયું છે. ત્યારે ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસોમાં દૈનિક વધારો નોંધાઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે ખતમ થઇ રહ્યો હતો પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે હવે ફરી વખત કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 6 અઠવાડિયાથી કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો થવા લાગ્યો છે. ગુજરાતમાં માત્ર કોરોના કેસમાં જ નહીં, હવે મૃત્યુના કેસ પણ સામે આવવા લાગ્યા છે. આજે ભરૂચમાં એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.
રાજ્યમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના કારણે બીજું મોત નોંધાયું છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ થયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આજે ગુજરાતમાં કોરોનાના 176 નવા કેસ નોંધાયા છે. આજે સૌથી વધુ કેસ અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જ્યારે 69 દર્દીઓ કોરોના સામેની લડાઈમાં જીતીને ઘરે પહોંચ્યા છે.
ગુજરાતમાં આજે કોરોનાથી એકનું મોત
ભરૂચના ઝઘડિયા તાલુકાના વાસણા ગામના 81 વર્ષીય વૃદ્ધને કોરોનાની સારવાર માટે 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. મૃતકે વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાના કેસ
ગુજરાતમાં આજે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 90, અમરેલીમાં 3, ભરૂચમાં 1, ભાવનગરમાં 2, દાહોદમાં 1, દ્વારકામાં 1, ગાંધીનગર જિલ્લામાં 6, જામનગરમાં 2, જૂનાગઢમાં 1, ખેડામાં 2, મહેસાણામાં 16, નવસારી 3, પાટણ 1, પોરબંદર 3, રાજકોટ જિલ્લામાં 19, સુરત જિલ્લામાં 18, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરામાં 6 કેસ નોંધાયાં છે.
ત્રણ દર્દી વેન્ટીલેટર પર
રાજ્યમાં કોરોનાને કારણે કુલ મોતની સંખ્યા 11048 થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં કુલ 916 એક્ટિવ કેસ છે. ત્રણ દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 913 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.06 ટકા થઈ ગયો છે.