‘હું અમદાવાદ છું, આજે મારો 612 મો જન્મદિવસ છે’
Ahmedabad 612th Birthday : આજે અમદાવાદનો 612મો સ્થાપના દિવસ... જમાલપુર દરવાજા ખાતે કેક કાપી હાથી ઘોડા સાથે નીકળશે રેલી... માણેકચોકમાં અહેમદ શાહ બાદશાહની દરગાહ પર ચાદર ચડાવીને સ્થાપના દિવસની થશે ઉજવણી....
Ahmedabad 612th Foundation Day : ઐતિહાસિક શહેર અમદાવાદનો આજે 612મો સ્થાપના દિવસ છે. ઐતિહાસિક અને પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદનો આજે 612મો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસે પરંપરા મુજબ માણેકબુરજની ધજા બદલી, પૂજા અર્ચના કરાશેય દર વર્ષે માણેકબુરજની ધજા બદલી ઉજવણી કરાય છે. 26મી ફેબ્રુઆરીએ 1411નાં રોજ અમદાવાદની સ્થાપના થઈ હતી. તેથી અમદાવાદના સ્થાપના દિવસે માણેકચોક ખાતે આવેલી માણેકનાથની સમાધી પર મેયર અને માણેકનાથજીના વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવે છે. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાંની ઉડાનનું ફલક બન્યું છે..ત્યારે પરંપરા મુજબ દર વર્ષે માણેકબુરજની ધજા બદલી, પૂજા અર્ચના કરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાબરમતીના કાઠે વસેલું અમદાવાદ આજે મેટ્રોસિટી બની ગયું છે. ત્યારે આપણા અમદાવાદે રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ પણ જોઈ છે. પરંતુ તેમાથી બોધપાઠ લઈને ફરી બેઠું થયું છે આપણું અમદાવાદ. ત્યારે ગુજરાત અને દેશના વિકાસમાં આપણા અમદાવાદનો પણ સિંહફાળો રહ્યો છે.
અમદાવાદના શબ્દોમા અમદાવાદની વાત...
‘‘હું અમદાવાદ છું... હું દરેક સદીનો સાક્ષી છું... હું છસો વર્ષનો ઈતિહાસ છું... મે રાજીશાહીનો ઠાઠ પણ જોયો છે... ધુળિયા નગરથી મેટ્રોની સફર સુધીનો ઈતિહાસ પણ જોયો છે... હું રમખાણોનો સાક્ષી અને વિકાસનો સાથી પણ રહ્યો છું... હું વફાદાર રક્ષક પણ રહ્યો છું... હું સંગમ છું... હું જૈન, હું હિંદુ .. પારસી, મોગલ અને બ્રિટીશ સંસ્કૃતિનો સરવાળો છું... .હું નગરોમાં મહાનગર છું... હું બોલતી દીવાલોનું શહેર છુ.... જે સભ્યતાથી ચાલ્યો તે જાતથી ક્યારેય વિસરાયો નથી... અને આજે પણ અડીખમ છું.... ઐતિહાસિક અને પ્રથમ મેટ્રો સિટી અમદાવાદનો 612મો સ્થાપના દિવસ.. ધૂળિયાનગરમાંથી ધબકતું બનેલું અમદાવાદ નગરજનોના સપનાંની ઉડાનનું ફલક બન્યું છે..ત્યારે પરંપરા મુજબ દર વર્ષે માણેકબુરજની ધજા બદલી, પૂજા અર્ચના કરી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરાય છે..સાબરમતીના કાઠે વસેલું અમદાવાદ આજે મેટ્રોસિટી બની ગયું છે..ત્યારે આપણા અમદાવાદે રમખાણો, ભૂકંપ જેવી ઘટનાઓ પણ જોઈ છે..પરંતુ તેમાથી બોધપાઠ લીને ફરી બેઠું થયું છે આપણું અમદાવાદ..ત્યારે ગુજરાત અને દેશના વિકાસમાં આપણા અમદાવાદનો પણ સિંહફાળો રહ્યો છે....’’
અમદાવાદનો ભવ્ય ઈતિહાસ
દંતકથા મુજબ જબ કુત્તે પે સસ્સા આયા તબ અહમદશાહને યે શહેર બસાયા
1411માં અમદાવાદ શહેરની સ્થાપના થઈ
1487માં મહમૂદ બેગડાએ અમદાવાદની ચોતરફ કોટ ચણાવ્યો
કોટમાં 12 દરવાજા અને 189 પંચકોણી બુરજો છે
ઈ.સ. 1553માં હુમાયુએ અમદાવાદ પર કબજો કર્યો
મુઘલ રાજા અકબરે અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું
કાપડની મિલના લીધે અમદાવાદ પૂર્વનું માંચેસ્ટર કહેવાતું
1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાત રાજ્યનું પાટનગર રહ્યું
પૌરાણિક સ્થળો અમદાવાદની શાનમાં ચાર ચાંદ લગાવે છે
આધુનિક યુગનો આ ધબકતું અમદાવાદ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. દરરોજ કૂદકેને ભૂસકે અમદાવાદની સિદ્ધિઓ આગળ વધી રહી છે. ભવ્ય કોટ, ઐતિહાસિક દરવાજા, ઈતિહાસનો અરીસો દેખાડા પૌરાણીક સ્થળોના વારસાથી અમદાવાદની શાનમાં ચાર ચાંદ લાગે છે. ત્યારે અમદાવાદના આ ભવ્ય વારસા પર ના માત્ર અમદાવાદીઓ જ પણ સમગ્ર ગુજરાતીઓ ગૌરવ લઈ રહ્યા છે.