Corona Update: અમદાવાદમાં કોરોનાનો ખતરો વધ્યો! ફરીથી મોતનો સિલસિલો શરૂ, જાણો આજના કેસ
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4274 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 25 હજાર 263 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10951 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.77 ટકા છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 737 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં આ દરમિયાન કોરોનાની સારવાર બાદ 687 લોકો સાજા થયા છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10951 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના 12 લાખ 25 હજાર 263 કેસ નોંધાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 299 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશન 72, વડોદરા કોર્પોરેશન 60, ગાંધીનગર કોર્પોરેશન 30, મહેસાણા 28, સુરત 21, ભાવનગર 20, કચ્છ 17, ભાવનગર કોર્પોરેશન 16, પાટણ 16, રાજકોટ 15, રાજકોટ કોર્પોરેશન 15, ગાંધીનગર 14, અમરેલી 13, મોરબી 11, નવસારી 11, વલસાડ 11 એમ કુલ 737 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 4 હજારને પાર
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4274 છે, જેમાં ત્રણ દર્દી વેન્ટીલેટર પર છે. કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી રાજ્યમાં 12 લાખ 25 હજાર 263 લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી 10951 લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ 98.77 ટકા છે.
ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
રાજ્યમાં સતત કોરોના સામે મજબૂતી મેળવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે સાંજે 5 કલાક સુધીમાં 65,829 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વેક્સીનના 11 કરોડ 20 લાખ 56 હજાર 649 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube