મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણોના લીધે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની જવા પામી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ પોલીસ તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ 10 કિમીના વિસ્તારમાં મેગા ડ્રાઈવ કરીને રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસ દ્વારા ઠેર-ઠેર ટ્રાફિકના નિયમ ઉલંઘન કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ટ્રાફિકની સમસ્યાને લઇ મ્યુનિ. કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના 6 ઝોનના મોડેલ રોડ પર દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


અમદાવાદ શહેર પોલીસ દ્વારા સારંગપુરથી રખિયાલ સુધી ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા સારંગપુરથી રખિયાલ સુધી ટ્રાફિક ડ્રાઇવનો મેગા શો યોજાઇ રહ્યો છે. આજે શહેરમાં યોજાનારી ટ્રાફિક પોલીસના મેગા ડ્રાઈવમાં સુરક્ષાના કારણોસર 3 DCP, 6 ACP, 10 PI, 200 પોલીસ, 10 ક્રેઇન ટ્રાફિકની સમસ્યાની કામગીરીમાં જોડાયા હતા. અને તે દરમિયાન રસ્તા પર અડચણરૂપ વાહનો તેમજ ગેરકાયદેસર પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહોનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જાહેર માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ પ્રોપર્ટીને દૂર કરવામાં આવી રહી છે. જે અંગે ટ્રાફિક DCP અક્ષય રાજે આ પ્રમાણે જાણકારી આપી હતી. 



આ વિસ્તારોને આવરી લેવાશે
આ ટ્રાફિક ડ્રાઇવમાં 20 ટીમ ક્રેઇન, લાઉડ સ્પિકર્સ અને વીડિયોગ્રાફર સાથે જોડાશે. 1 કિલોમીટરના રૂટમાં સારંગપુર બ્રિજથી રખિયાલ ચાર રસ્તા સુધીનો ત્રણ કિલોમીટરનો વિસ્તાર, રખીયાલ ચાર રસ્તાથી અજીત મીલ ચાર રસ્તા સુધીનો 2.5 કિલોમીટરની વિસ્તાર, અજીત મીલથી ગરીબ નગર ચાર રસ્તા સુધીનો 0.5 કિલોમીટરનો વિસ્તાર, ગરીબ નગર ચાર રસ્તાથી બાપુનગર ચાર રસ્તા સુધીનો એક કિલોમીટરનો વિસ્તાર, બાપુનગર ચાર રસ્તાથી એપ્રોચ ચોક સુધીનો 1.5 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાશે.