અમદાવાદ :અક્ષય તૃતીયા હિન્દુઓનો ખાસ પર્વ છે. કેટલાક લોકો તેને અખા તીજના નામથી પણ જાણે છે. સનાતન ધર્મમાં તેનું બહુ જ મહત્વ છે. માન્યતા છે કે, આ દિવસોમાં સોનુ કે સોનાના દાગીના ખરીદવુ શુભ માનવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, આ દિવસે સૌભાગ્ય અને શુભ ફળનું ક્યારેય ક્ષય થતુ નથી. તેથી આ દિવસે જે પણ કામ કરવામાં આવે, તેનુ ફળ અનેક ગણુ મળે છે. આ જ કારણ છે કે, આ દિવસે સોનુ ઘરમાં લાવીને ઘરનું સૌભાગ્ય વધારવામાં આવે છે. આ દિવસે કોઈ મુહૂર્તની જરૂર પડતી નથી. મંદિરોમાં અક્ષય તૃતીયાના દિવસે ખાસ સાજશણગાર તથા પૂજાવિધી કરવામાં આવે છે. ત્યારે જાણીએ, કેવી છે ગુજરાતના પ્રખ્યાત મંદિરોની ઉજવણી. 


Akshaya Tritiya 2019: સોનુ ખરીદી અને પૂજાનું આ મુહૂર્ત અચૂક સાચવજો, પછી તો ફાયદો જ ફાયદો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી રથયાત્રાની પૂજાનો પ્રારંભ 
આજે અખાત્રીજનો દિવસ છે. ત્યારે ભગવાન જગન્નાથ મંદિરના ત્રણેય રથનું શાસ્ત્રોક્ત વિધીથી પૂજન કરવામાં આવશે અને સમારકામનો પ્રારંભ થશે. સવારે દિલીપદાસજી મહારાજ આ પૂજનનો પ્રારંભ કરાવશે. જેમાં ગુજરાતના ખલાસી ભાઈઓ પણ જોડાશે. એક રીતે કહીએ તો આજથી 142મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થશે. રથના પૂજનને લઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં ઉમટી પડશે. આ માટે વહેલી સવારથી મંદિરમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો હતો. તો આ તરફ અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ ભગવાનને ચંદનના વાઘાનો પણ શણગાર કરવામાં આવશે, જેનો ભક્તો બપોરે 12 વાગ્યા સુધી દર્શન કરી શકશે


ફાનીમાં આંખ સામે મોત જોઈને પરત ફરેલા જામનગરવાસીઓએ ગુજરાતમાં પગ મૂકતા જ આંખ થઈ ભીની, Pics

વાહનોની ખરીદી પણ પૂરજોશમાં ચાલશે
વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ, આ દિવસ અક્ષય તૃતીયા તરીકે પણ ઓળખાય છે, અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. અખાત્રીજ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે લોકો સોના ચાંદીના ઘરેણાં ખરીદે છે. તેમજ આ દિવસે લોકો ટુ વ્હીલર અને ફોર વ્હીલર જેવા વાહનો પણ ખરીદે છે. તો કેટલાક લોકો પોતાના શુભ કાર્યો પણ આ દિવસેથી શરૂઆત કરતાં હોય છે. આ દિવસે લોકો વહેલી સવારથી મંદિરના દર્શન કરવા પણ જાય છે. આ દિવસે મોટાભાગના લોકો પોતાના ધંધાની પણ શુભ શરૂઆત પણ કરતાં હોય છે. આ દિવસે લગ્નના પણ મુહૂર્ત મોટી સંખ્યામાં હોય છે. તેમજ આ દિવસે ઘણા લોકો ધાર્મિક કાર્યો પણ કરે છે.


નવસારી : અકસ્માત બાદ મામલો બિચકતા 1000નું ટોળું ભેગુ થયું, પોલીસે 25 ટિયરગેસ સેલ છોડ્યા 


આજે પરશુરામ જયંતી પણ...
અક્ષય તૃતીયાની સાથે આજે પરશુરામ જયંતિ પણ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર પરશુરામની શોભાયાત્રા પણ નીકળશે. ત્યારે અમદાવાદમાં પણ પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ભગવાન પરશુરામનો જન્મ વૈશાખ સુદ પક્ષની ત્રીજના દિવસે થયો હતો. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. તેમની ગણના શ્રીહરિના દશાવતરોમાં થાય છે. ભગવાન પરશુરામ યોગ વેદ અને નીતિમાં પારંગત હતા. તેમના કઠોર તપથી પ્રયસન્ન થઇને ભગવાન વિષ્ણુએ તેમને કલ્પના અંત સુધી તપસ્યારત ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યુ હતું.