ગબ્બર ઈઝ બેક : જેલમુક્ત અલ્પેશ કથીરિયાને લઈને સંકલ્પ યાત્રા નીકળી
પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા થોડીવારમાં સુરતની લાજપોર જેલમાંથી મુક્ત થશે. હાલ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો અલ્પેશ કથીરિયાને આવકારવા જેલની બહાર પહોંચી ગયા છે. લાજપોર જેલથી અલ્પેશના માનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં રેલીને પગલે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
સુરત : પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા થોડીવારમાં સુરતની લાજપોર જેલમાંથી મુક્ત થયો છે. હાલ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનોએ અલ્પેશ કથીરિયાને જેલની બહાર આવકાર્યો હતો. અલ્પેશ કથીરિયાની મુક્તિ બાદ પાટીદાર સમાજમાં હર્ષોલ્લાસ છવાયો હતો. જેલમુક્તિ થતા અલ્પેશ ભાવુક થઈ ગયો હતો. તો બીજી તરફ ધાર્મક માલવીયા જેવા તેના સાથીદારોની પણ આંખો ભરાઈ આવી હતી. બધામાં હરખની લાગણી છવાઈ ગઈ હતી. હાલ હાર્દિક પટેલ અને દિનેશ બાભણીયા પણ અલ્પેશને મળ્યા હતા. જ્યાંથી તેઓ રેલીમાં જવા રવાના થયા હતા. ફુલોના વરસાદથી અલ્પેશનુ સ્વાગત કરાયું હતું. ઉધના દરવાજાથી સંકલ્પ યાત્રાની વાજતેગાજતે શરૂઆત થઈ ગઈ છે. જેમાં મોટી સંખ્યામાં બાઈક અને કાર લઈને પાટીદારો જોડાયા છે. અલ્પેશ માટે આજે મોટી સંખ્યામાં લોકજુવાળ ઉભો થયો છે. જય સરદાર જય પાટીદારના નારા લગાવતા યુવાનો નીકળ્યા છે, તો તેમણે આ નામથી ટોપીઓ પણ પહેરી છે.
સવા નવ વાગ્યાની આસપાસ અલ્પેશ કથીરિયા જેલની બહાર આવ્યો હતો. જે માટે લાજપોર જેલથી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત પોલીસે ઉઘના દરવાજાથી રેલીની મંજૂરી આપી દીધી છે. તેથી લાજપોર જેલથી માત્ર ત્રણ વાહનો સાથે અલ્પેશની ઉઘના દરવાજા સુધી લાવવામાં આવશે. પોલીસે લાજપોર જેલથી ઉધના દરવાજા સુધી ચાર જગ્યા પર સ્વાગત માટે પરમિશન આપી છે. લાજપોર જેલથી આ રેલી મિની બજારમાં પહોંચશે. જ્યાં અલ્પેશ કથીરિયા સરદાર પટેલની પ્રતિમાને ફૂલ અર્પણ કરશે. ત્યારબાદ રેલી પાટીદાર વિસ્તારમાં પણ ફરશે. અને અંતે સુદામા ચોક ખાતે પાટીદાર રેલીનું સમાપન થશે. અલ્પેશ કથીરિયાના ભવ્ય સ્વાગત બાદ સંકલ્પ યાત્રાનો પ્રારંભ થશે. આ સંકલ્પ યાત્રા આવતી કાલે 10 ડિસેમ્બરે ખોડલધામ જશે અને ત્યારબાદ 11 ડિસેમ્બરે મા ઊમિયાના ધામ ઊંઝા પહોંચીને સંકલ્પ યાત્રાનું સમાપન થશે.
અલ્પેશ કથીરિયાની મુક્તિ બાદ પાટીદાર સમાજમાં હર્ષોલ્લાસ છવાયો હતો. જેલમુક્તિ થતા અલ્પેશ ભાવુક થઈ ગયો હતો. તો બીજી તરફ ધાર્મક માલવીયા જેવા તેના સાથીદારોની પણ આંખો ભરાઈ આવી હતી. બધામાં હરખની લાગણી છવાઈ ગઈ હતી. હાલ હાર્દિક પટેલ અને દિનેશ બાભણીયા પણ અલ્પેશને મળ્યા હતા. જ્યાંથી તેઓ રેલીમાં જવા રવાના થયા હતા. ફુલોના વરસાદથી અલ્પેશનુ સ્વાગત કરાયું હતું. જેલમુક્તિ બાદ તેણે સરકારનો આભાર માન્યો હતો.
જેલમુક્તિ બાદ મીડિયાને સંબોધન કરતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, જેલમાં મને ઘણા અનુભવો થયો, ઘણુ જાણવા મળ્યું. જેલ દરમિયાન બે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો તે માટે તેણે બીજેપી સરકારનો આભાર માન્યો હતો. તો બીજી તરફ, આંદોલન વિશે કહ્યું કે, હું કાયદાકીય રીતે જ બહાર આવ્યો છું. સમાજ માટે લડતો રહીશ. પાટીદારો તથા અન્ય સંસ્થાઓએ ઘણી આવનારા દિવસોમાં કોર કમિટીની ટીમ ભેગી થશે, મજબૂતાાઈ આગળ વઘીશું, લડત લડીશું. અનામતની પીડા માટે અમારી લડાઈ છે. સરકારે કોઈ માંગણી સ્વીકારી નથી.
હાર્દિકે શું કહ્યું....
અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ પહેલા હાર્દિક પટેલે કહ્યું કે, અલ્પેશની જેલમુક્તિને લઈ પાટીદારોમાં જશ્ન છે. અલ્પેશ કથીરિયા આંદોલનનો મુખ્ય માણસ છે. અલ્પેશ સમાજના યુવાનો માટે જેલમાં ગયો છે. યુવાનો સમાજ માટે કામ કરે છે, તેમની મુક્તિ માટે આજે રેલીની મંજૂરી ન આપવી એ તાનાશાહીનું હનન છે. ગુજરાતમાં શુ ભાજપ પાટીદાર યુવાનોથી ડરે છે, યુવાનોને પોતાની વાત કહેવાની મંજૂરી ન આપે તો તે દુખની વાત છે.
અલ્પેશના ઘરે મીઠાઈ બનાવાઈ
પોતાનો દીકરો મહિનાઓ બાદ જેલમાંથી બહાર આવશે ત્યારે અલ્પેશનો પરિવાર પણ બહુ જ ખુશ છે. અલ્પેશના ઘરે આજે દિવાળી જેવો માહોલ છવાયો છે. અલ્પેશની સોસાયટીને દુલ્હનની જેમ સજાવાઈ છે. અલ્પેશની માતાએ તેનો ભાવતો દૂધીનો હલવો બનાવ્યો છે. સાથે સાથે બીજી પણ વાનગીઓ બનાવીને અલ્પેશનું સ્વાગત કરવામાં આવશે. પાટીદાર સમાજમાં અલ્પેશનું નામ હીરો તરીકે ઉભરાયું છે. પાટીદારો અલ્પેશને ગબ્બરના નામે ઓળખે છે. તેના પિતા ઘનશ્યામભાઈ કથીરિયા રત્ન કલાકાર તરીકે કામ કરે છે. અલ્પેશનો પરિવાર અમરેલીના મોટા ગોખરવાળાનો વતની છે. અલ્પેશ અને તેના ભાઈનો ઉછેર સુરતમા જ થયો હતો.