Gujarat Election 2022: આજે અમિત શાહ, કેજરીવાલ સહિત સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ગજવશે સભાઓ, જાણો શું છે કાર્યકમ?
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ખુદ ભાજપને ટક્કર આપવા માટે આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર રહીને ચૂંટણી પ્રચારનો ભાગ બનશે.
Gujarat Assembly Election: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગઢ હોવાના કારણે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ખાસ છે. રાજ્યમાં જ્યાં બીજેપી ચૂંટણી પ્રચારમાં એડિચોટીનું જોર લગાવી રહી છે, ત્યાં આમ આદમી પાર્ટી આ વખતે રાજ્યમાં પરિવર્તનનો દાવો કરીને બીજેપીની હારની વાત કરી રહી છે.
ગુજરાતમાં આ વખતે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ખુદ ભાજપને ટક્કર આપવા માટે આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર રહીને ચૂંટણી પ્રચારનો ભાગ બનશે. જ્યારે, પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ પણ આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ રેલીઓ અને જાહેર સભાઓ કરવાના છે.
આવો જાણીએ ક્યાં કોની છે રેલી...
પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેરાવળ, ધોરારજી, અમરેલી અને બોટાદમાં રેલીઓને સંબોધશે. પીએમ મોદી આજે કુલ ચાર રેલીઓને સંબોધિત કરશે. આ સાથે PM સોમનાથ મંદિરના દર્શન કરવા પણ પહોંચશે, ત્યારબાદ સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમનું સંબોધન થશે.
PM મોદીએ અગાઉ 19 નવેમ્બર શનિવારના રોજ વલસાડમાં રેલીને સંબોધીને રોડ શો કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાને જનતાને ફરી એકવાર ભાજપને સેવા કરવાની તક આપવા અપીલ કરી હતી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા પીએમએ ગુજરાતને બદનામ કરનારાઓને સાવધાન રહેવા જણાવ્યું હતું.
અમિત શાહ...
ભાજપના સ્ટાર પ્રચારક અને ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતરશે. અમિત શાહ આજે તાપી અને નર્મદા જિલ્લામાં જાહેર સભાઓને સંબોધશે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. 20 નવેમ્બરના રોજ હાલોલ ખાતે સાંજે 4 કલાકે રોડ શોમાં ભાગ લેવો. 21 નવેમ્બરે સાંજે 5 કલાકે અમરેલીમાં રોડ શોમાં ભાગ લેશે. 22 નવેમ્બરે ખંભાળિયામાં બપોરે 2 કલાકે જાહેરસભાને સંબોધશે. સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શોમાં ભાગ લેશે અને રાત્રે 9 વાગ્યે સુરતમાં જાહેર સભાને સંબોધશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube