ગૌરવ પટેલ/અમદાવાદ :હાલ દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. સીએમ રૂપાણી સહિત જીતુ વાઘાણી સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. કલમ 370 દૂર કર્યા બાદ અમિત શાહનો આ પહેલો ગુજરાત પ્રવાસ છે જેને લઇને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈ-બસોને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવશે. કુલ 50 ઈલેક્ટ્રીક બસોને ગ્રોસ કોસ્ટમોડલ પર લેવામાં આવનાર છે. આ તમામ બસો કુલ 5૦ મુસાફરોની ક્ષમતાવાળી મીડી એસી બસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈલેક્ટ્રીક બસ હોવાથી અમદાવાદને હવા અને અવાજના પ્રદુષણથી મુક્તિ મળશે. ઓટોમેટિક ટ્રાન્સમીશન અને એર સસ્પેશનથી સુસજ્જ એસી ઈલેક્ટ્રીક બસમાં મુસાફરો આરામદાયક મુસાફરીનો લાભ મેળવી શકશે. આ બસોમાં સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ છે, જેથી બેટરીમાં આગ લગાવાના કારણે કોઈ પણ બનાવને નિવારી શકાય. તેમજ ઑટોમેટિક ડોર સેન્સર હોવાથી બસના દરવાજાથી કોઈ ઘટના નહિ બને. જેથી મુસાફરોની સલામતીમાં અનેકગણો વધારો થશે.



કુલ 50 બસો પૈકી 18 બસોમાં સ્વેપ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવેલ છે. જે ભારતભરમાં પ્રથમ વાર અમલમાં મૂકાઈ છે. સ્વેપ ટેકનોલોજીવાળી બસમાં એકવાર સ્વેપ કરવાથી 40 કિમી જેટલી મુસાફરી કરી શકાય. વધુમાં અન્ય ૩ર બસોમાં ફાસ્ટ ચાર્જીંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. જેમાં પ્રતિ ચાર્જ દીઠ 200 કિમી જેટલી મુસાફરી કરી શકાશે. તો ભારતનું સૌ પ્રથમ સંપૂર્ણ ઑટોમેટિક બેટરી ચાર્જિંગ સ્ટેશન રાણીપ ખાતે કાર્યરત કરવામાં આવશે. બોટિક આર્મથી સુસજજ સ્વેપ સ્ટેશન માત્ર ૩ થી ૪ મિનિટમાં ઓટોમેટિક બેટરી સ્વેપિંગ કરી શકાશે. સંપૂર્ણ ઑટોમેટિક સ્લેપ સ્ટેશનમાં એક સાથે કુલ 12 બેટરી ચાર્જ થઈ શકે તેવું મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :