ગુજરાતનું આ શહેર થયુ હતું આજે આઝાદ, 9ના આંકડા સાથે છે અનોખો સંબંધ
આપણે જાણીને નવાઈ લાગશે પરંતુ ભારત દેશ આઝાદ થઇ ગયા પછી જૂનાગઢ જે 76 દિવસ પછી એટલે કે 9 નવેમ્બર 1947ના દિવસે આઝાદ થયું હતું.
હનીફ ખોખર/જૂનાગઢ: આજે જૂનાગઢનો આઝાદી દિવસ છે. કારણ કે આજે 9 નવેમ્બર છે અને આજના દિવસે જૂનાગઢ આઝાદ થયું હતું, આપણે જાણીને નવાઈ લાગશે પરંતુ ભારત દેશ આઝાદ થઇ ગયા પછી જૂનાગઢ જે 76 દિવસ પછી એટલે કે 9 નવેમ્બર 1947ના દિવસે આઝાદ થયું હતું. જૂનાગઢ રિયાસતના નવાબ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવા માંગતા હતા. પરંતુ તત્કાલીન ગૃહ મંત્રી સરદાર પટેલના આદેશથી શામળદાસ ગાંધીની આગેવાનીમાં આરઝી હુકુમતની રચના કરી જૂનાગઢને આઝાદ ભારતમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર થી જૂનાગઢમાં આજના દિવસે આઝાદી દિનની ઉજવણી કરવામાં આવે છે.
જૂનાગઢની આઝાદી પાછળનો 9ના આંકડા સાથે સંબંધ
જુનાગઢમાં અત્યાર સુધીમાં 9 નવાબે શાસન કરીયું છે. જુનાગઢમાં નવાબના વખતમાં 9 રાજ્યો હતા. જુનાગઢના ઈતિહાસમાં 9 દેવી પુરુષોનો મહત્વનો ફાળો છે. એટલું જ નહી સ્વામી વિવેકાનંદ આ પવિત્ર ભૂમિમાં 9 વખત આવી ચૂકયા હોય એવું મનાય છે. જુનાગઢની આઝાદીને 9 તારીખનો પણ અનોખો સંબંધ છે. જુનાગઢ અને પાકિસ્તાનના જોડાણ ના હસ્તક્ષાર 9/9/1947 ના રોજ જુનાગઢ ના દિવાન શાહનવાઝ ભુટ્ટોએ પાકિસ્તાનમાં કરાંચી ખાતે કરેલા અને ત્યારબાદ 9/11/1947ના રોજ જુનાગઢના દીવાને જુનાગઢને ભારત સાથે જોડાવાની જાહેરાત પણ કરી હતી. આમ, જુનાગઢ અને 9નો આંકડો એક બીજા સાથે અતુટ રીતે જોડાયેલા છે.
[[{"fid":"189329","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Junagadh.jpg","field_file_image_title_text[und][0][value]":"Junagadh.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Junagadh.jpg","field_file_image_title_text[und][0][value]":"Junagadh.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Junagadh.jpg","title":"Junagadh.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
જુનાગઢના નવાબ પાકિસ્તાન ભાગી ગયા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢની પ્રજાનું મન જાણવા માટે જુનાગઢની શાન સમા બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સભાને સંબોધન કરીયું અને જુયારે ભારત અને પાકિસ્તાનમાં જોડાવા માંગતા લોકો માટે એક મતદાન કરાવ્યું હતું. ત્યારે એ તારીખ હતી 20/21/1948 જેનો સરવાળો પણ (2+0+2+1+1+9+4+8=27=2+7=9)થાય છે અને આ મતદાન માં મતદારોની સંખ્યા 201457(2+0+1+4+5+7=19)જેમાં પણ 9 નો અંક છે અને આ મતદાનમાં 91 મત પાકિસ્તાન માટે પડ્યા હતા. જેમાં પણ 9નો અંક આવે છે. જુનાગઢની આઝાદી માટે આરઝી હકુમતની લડાઈ શરુ થઇ હતી તે તારીખ હતી 25/9/1947 અને આઝાદી મળી તે દરમિયાન 15/8/1947થી 9/11/1947 સુધીના 85 દીવસ નવાબે જુનાગઢ પર રાજ કર્યું. આમ જુનાગઢની દરેક યાદગાર ઘટનાઓ સાથે 9નો અંક જોડાયેલો છે.