Ahmedabad Rathyatra 2023 : આજે અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળવાની છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યુ છે. જગતના નાથે આજે ખાસ શણગાર કરવામાં આવ્યા છે. આજે જગતના નાથે કલકતી વર્કના વાઘા ધારણ કર્યાં છે. રેશમ વર્ક અને કલકતી સિલ્કના વાઘામાં ભગવાન સોહામણા લાગી રહ્યાં છે. તો ભગવાનની પાઘમાં સ્પેશિયલ વર્ક કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કર્યા બાદ હવે ભગવાન જગન્નાથ મંદિરની બહાર ભક્તોને દર્શન આપવા માટે નીકળી ગયા છે. હવે 18 કિલોમીટર લાંબી ભગવાન જગ્નનાથની રથયાત્રા નીકળી ચૂકી છે અને અમદાવાદની ગલીએ ગલીએ ભગવાન ભક્તોને દર્શન આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખડીયાથી પાંચ કુવા સુધી ગજરાજ પહોંચ્યા હતા. સાધુ સંતો સાથે અખાડાઓના કરતબ જોવા ચારેતરફ લોકો ઉમટ્યા છે. ભગવાન જગન્નાથના દર્શન કરવા લોકોમાં ભારે ઉત્સાહ છે. ઘોડે સવાર પોલીસ સાથે 25 હજારનો બંદોબસ્ત સાથે ચાલી રહ્યો છે. અમદાવાદીઓએ કહ્યું, આજે 72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ 6 પૈડાંના રથમાં સવાર થઈ દર્શન માટે નીકળ્યા છે. આખું વર્ષ સારું જાય તેવી ભગવાનને પ્રાર્થના. જય રણછોડ માખણ ચોરના નારાઓ લોકોએ બોલાવ્યા.



પહેલા સુભદ્રાજીનો રથ, છેલ્લે ભગવાનનો રથ 
ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરાયા છે. આ વર્ષે ભગવાન માટે નવા રથ બનાવવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથના રથને નંદીઘોષ કહેવાય છે. બલરામજીનો રથ એટલે તાલધ્વજ, સુભદ્રાજીનો રથ પદ્માધ્વજ છે. રથયાત્રામાં સૌથી પહેલા સુભદ્રાજીનો રથ ચાલે છે. તો રથયાત્રામાં વચ્ચે ભાઈ બલરામનો રથ ચાલે છે. તો રથયાત્રામાં સૌથી છેલ્લે ભગવાન જગન્નાનો રથ ચાલે છે. ભગવાન જગન્નાથના રથ પર સુદર્શન ચક્ર હોય છે. નવા રથમાં સીસમ અને વલસાડી સાગનો ઉપયોગ કરાયો છે. 


પુરીના મંદિરની થીમ પર ડિઝાઈન કરાયા નવા રથ
પુરી જગન્નાથ મંદિરની થીમ પર નવા રથ ડિઝાઈન કરાયા છે. પુરીની જેમ જ અમદાવાદની રથયાત્રાના રથ બન્યા છે. સાંકડી જગ્યામાં રથ વાળવામાં તકલીફ ન પડે એવી ડિઝાઈન કરાઈ છે. ભક્તોના સુખ-દુઃખ જોવા ભગવાન પોતે આજે નગરમાં નીકળે છે. જેમાં 
ભગવાન જગન્નાથનો રથ સૌથી ઉંચો છે. 



15 ગજરાજ સાથે ચાલશે 
ભગવાન જગન્નાથની રથયાત્રાની ગજરાજ આગેવાની કરે છે. કુલ 15 ગજરાજ રથયાત્રાના આગેવાન હોય છે. જેમાં 14 માદા અને એક નર ગજરાજની આગેવાની હોય છે. બાબુલાલ (બલરામ) નામનો ગજ સૌથી આગળ હોય છે. રથયાત્રા પહેલા ગજરાજને ખાસ શણગાર કરાયો છે. 


આટલા રોડ પર ડાયવર્ઝવન આપ્યું ? 
ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 
જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ 
સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ 
દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 
આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ 


નો પાર્કિંગ ઝોન માર્ગ/વિસ્તાર
જમાલપુર દરવાજા બહાર, જગન્નાથ મંદિર, જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલાં, (બી.આર.ટી.એસ.રૂટ સહીત), મદન પોળ ની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા ની જુની ગેટ ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લસ્કરનની હવેલી, દિલ્હી ચકલા, હકીમની ખડકી, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔવતમ પોળ, આર.સી. હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા,ચાદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિરસુધીનો વિસ્તાર


અમદાવાદ પોલીસ દ્વારા જણાવાયું કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.