હિતલ પારેખ/ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. લેખાનુદાન બજેટ રજૂ થવાનું હોવાના કારણે બજેટ સત્ર 18 તારીખ થી 22 દરમ્યાન યોજાશે. ત્યારે આજે પ્રથમ દિવસે 11 વાગે વિધાનસભાનો પ્રારંભ થશે. રાજ્યપાલ ઓ.પી કોહલીના સંબોધનથી બજેટ સત્રનો પ્રારંભ થશે. 
પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન બાદ પુલવામાના આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમજ આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને આજની કાર્યવાહી મુલતવી રાખવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે બજેટ રજૂ થશે
આવતીકાલે ૧૯મી ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરશે. આ બજેટ સત્રમાં ત્રણ સરકારી વિધેયકો પણ રજૂ કરવામાં આવશે.


લોકસભાની ચૂંટણી પહેલા મળી રહેલા બજેટ સત્રમાં કોંગ્રેસ શાસક પક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે. વિરોધ પક્ષ દ્વારા પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયત્ન કરાશે. આ સત્રમાં લોક રક્ષક દળના ભરતી કૌભાંડ, જંયતી ભાનુશાલી હત્યા કેસ અને ખેડૂતોના દેવા માફી જેવા મુદ્દા કોંગ્રેસમાં ઉઠાવી શકે છે. આ મુદ્દાઓને કારણે બજેટ સત્ર ફરીથી આક્રમક બની શકે છે.