બ્રિજેશ દોશી, ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણીની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસે તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે પેટા ચૂંટણીમાં આજે સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. આજે સાંજ સુધીમાં પેટા ચૂંટણીના ઉમેદવારનુ ચિત્ર સ્પષ્ટ થશે અને ત્યારબાદ 8 બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવીએ દઈએ કે, ગુરૂવાર સુધીમાં રાજ્યની 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કુલ 135 ઉમેદવારી ફોર્મ ભરાયાં છે. ત્યાર બાદ 17 ઓક્ટોબરે આ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 33નાં ફોર્મ રદ થયાં હતા. ચૂંટણીપંચે કુલ 102 ઉમેદવારને ચૂંટણી લડવા માન્ય ઠેરવ્યા છે. 


રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ મુરલીક્રિશ્નએ જાહેર કરેલી આ આખરી યાદી પ્રમાણે અબડાસા બેઠક પર 19, લીંબડી બેઠક પર 14 મોરબી બેઠક પર 20, ધારી બેઠક પર 12, ગઢડા બેઠક પર 13, કરજણ બેઠક પર 11, ડાંગ બેઠક પર 9 તથા કપરાડા બેઠક પર 4 ઉમેદવાર છે.

ગુજરાતની આઠ વિધાનસભાની પેટા ચુંટણી માટે  કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીને ચુંટણી પંચે મહોર મારી કોરોના મહામારીના કારણે ચુટણી પંચે સ્ટાર પ્રચારકોની યાદીમાં કાપ મુક્યો અને મહત્તમ 30 સ્ટાર પ્રચારકોને જ મંજુરી આપવાનો નિર્યણ કર્યો જેને અનુસરતાં કાંગ્રેસે ત્રીસ નેતાઓની યાદી સ્ટાર પ્રચારક માટે મોકલી હતી જેને કેન્દ્રીય ચુંટણી પંચે મંજુર કરી 
છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube