રાહુલ ગાંધી હાજિર હો... મોદી અટક કેસમાં આજે સુરત કોર્ટમાં હાજરી આપશે
Rahul Gandhi In Gujarat : રાહુલ ગાંધી સામે નોંધાયેલા બદનક્ષી કેસમાં સુરતની કોર્ટ આજે ચુકાદો કરી શકે છે જાહેર..... રાહુલ ગાંધી કોર્ટમાં રહેશે હાજર.....
Surat News : સુરત બદનક્ષી કેસમાં રાહુલ ગાંધી આજે કોર્ટ સમક્ષ હાજર રહેશે. આ કેસમાં સુરત કોર્ટ આજે ચુકાદો જાહેર કરી શકે છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સુરતમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરશે. વર્ષ 2019માં કર્ણાટકના કોલારની ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ મોદી અટક વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેના લીધે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આજે સુરત શહેર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ ચુકાદો જાહેર કરી શકે છે. જો રાહુલ ગાંધીને સજા ના થઈ તો પૂર્ણેશ મોદી ગુજરાત હાઈકોર્ટ પણ જઈ શકે છે.. સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ કલમ 499 અને કલમ 500 હેઠળ કેસ દાખલ કરાયો હતો. કલમ 499માં કોઈપણ વ્યક્તિના સન્માન અને પ્રતિષ્ઠાના રક્ષણની જોગવાઈ છે. અને બદનક્ષીનો દાવો દાખલ કરી શકાય છે. જ્યારે કલમ 500 હેઠળ સજાની જોગવાઈ છે. કલમ 499 અને 500 હેઠળ શું સજાની જોગવાઈ છે એ પણ આપને જણાવી દઈએ. તો કલમ 499 હેઠળ દોષિતને જામીનની જોગવાઈ છે અને તેને સરળતાથી જામીન મળી જાય છે. જ્યારે કલમ 500 હેઠળ 2 વર્ષ સુધીની સજાની અથવા દંડ અથવા તો 2 વર્ષની સજા સાથે દંડની જોગવાઈ છે.
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ અને નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે બુધવારે ગુજરાતમાં આવશે. કોર્ટ કેસને લઈ રાહુલ ગાંધી સુરત (Surat) માં આવશે. તેઓ જિલ્લાની સેશન્સ કોર્ટમાં સુનાવણીમાં હાજર રહેશે. ચૂંટણીપ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જાતિગત ટિપ્પણી કરી હતી. હાલના વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો.
શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.