Gujarat BJP : ગુજરાતની રાજ્યસભાની 3 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિદેશમંત્રી એસ.જયશંકર આવતીકાલે બપોરે 12:39 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ ભરશે. એક ઉમેદવારનું નામ તો ખબર છે, પરંતુ બાકીના બે ઉમેદવારોના નામ પર હજી પણ સસ્પેન્સ યથાવત છે. ત્યારે આજે રાજ્યસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર એ છે કે, આજે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે જયશંકર ફોર્મ ભરશે 
આવતીકાલે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. ગાંધીનગર ખાતે બપોરે 12.39 વાગે બ્રહ્મ મુહૂર્તમાં  ફોર્મ ભરશે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ  હાજર રહેશે. પરંતું આજે રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે. આ તમામ ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરવા જઈ શકે છે. ગુજરાતમાં ત્રણ રાજ્યસભાના સાંસદોની ટર્મ પુરી થઇ રહી છે.


અડધા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : આ તારીખોએ તૂટી પડશે ધોધમાર વરસાદ


નીતિન પટેલ કે પ્રફુલ પટેલ
કેન્દ્રીય મંત્રી એસ જયશંકર સિવાય બે નવા ચહેરાને મોકો મળે તેવી શક્યતા વધુ દેખાઈ રહી છે. નીતિન પટેલ અને વિજય રૂપાણીનું નામ તો પહેલેથી જ ચર્ચામાં છે, પરંતુ હવે તેમાં પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. રાજ્યસભાની ચૂંટણીમાં વિદેશમંત્રી એસ જયશંકર રિપીટ થાય તેવી શક્યતા વધારે છે. પરંતુ બાકીના બે નામ પર હજી ભાજપ કોઈ નિર્ણય પર આવ્યું નથી. આવામાં દીવ દરમણના એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. પ્રફુલ પટેલને પણ કેન્દ્રમાં મંત્રી તરીકે સ્થાન મળે તેવી શક્યતાઓ વધારે જોવાઈ રહી છે. 


અમરનાથ યાત્રામાં ગુજરાતીનું મોત, વડોદરાના અન્ય એક યાત્રાળુની હાલત ગંભીર
 
દિલ્હીમાં નામો પર થઈ ચર્ચા 
બે દિવસ પહેલા દિલ્હી ખાતે ભાજપની  રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ અને, હરિયાણા રાજ્યના ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં ગુજરાત સહીત ઉત્તર ઝોનના રાજ્યોના પ્રદેશ પ્રમુખ, સંગઠન મંત્રી અને પ્રભારીઓએ જોડાયા હતા. આ બેઠકમાં આગામી સમયમાં લોકસભા ચૂંટણીના રોડ મેપ સાથે રાજ્યસભાની 10 સીટો માટે ચર્ચા થઈ હતી. 


ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે


રાજ્યસભામાં જ્ઞાતિનું ગણિત 
વિદેશમંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બંને બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે છે.. વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે. આ બંને નેતાઓના બદલે ગુજરાતમાંથી એક ખૂબ જ સિનિયર નેતાને રાજ્યસભામાં લઈ જવામાં આવી શકે છે. બે બેઠક પર ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગીની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાંથી સિનિયર નેતાને રાજ્યસભામાં એન્ટ્રી મળી શકે છે. ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે.


અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોનારા ગુજરાતીઓ માટે આવી મોટી ખુશખબર


આગામી 5 વર્ષમાં ગાયબ થઈ જશે આ નોકરીઓ, ગુજરાત સરકારે રોજગારી પર મોટો પ્લાન બનાવ્યો