• આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે 2022-23નું બજેટ

  • નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં રજૂ કરશે ગુજરાતનું બજેટ

  • નાણાંમંત્રીએ કહ્યું ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે...


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજે રાજ્ય સરકાર નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું આજે પ્રથમ બજેટ રજૂ થશે. નાણામંત્રી કનુ દેસાઈ પણ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યુ હતું કે, આ બજેટ ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. સરકારના વર્ષ 2022-23ના બજેટને લઈ ઘણા લોકો આશા રાખીને બેઠા છે. આ ઉપરાંત ખેડૂતો માટે સરકાર કોઈ જાહેરાત કરે તેવી આશા છે. તો બીજી તરફ યુવાનો અને મહિલાઓને લઈ પણ કોઈ જાહેરાત થાય તેવી પણ શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાના બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બપોરે 1 કલાકે ગુજરાતનું બજેટ રજૂ કરશે. વિધાનસભા ગૃહનું કામકાજ પ્રશ્નોત્તરી સાથે બપોરે 12 કલાકે શરૂ થશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિભાગોને લગતા પ્રશ્નો સાથે ગૃહની શરૂઆત થશે. 


રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ ચૂંટણીલક્ષી રહેવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે, ભુપેન્દ્ર પટેલની સરકારનું આ પહેલુ બજેટ છે. કનુ દેસાઈ વિધાનસભામાં પહેલીવાર બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. ત્યારે કોરોનાકાળ બાદ સરકાર પ્રજાના હિત માટે કેવા નિર્ણયો લે છે તેના પર સૌની નજર છે.