GUJARAT CORONA UPDATE: આખરે અમદાવાદીઓએ ત્રીજી લહેર નોતરી! શાંત થયેલા કોરોનાનો સૌથી મોટો વિસ્ફોટ
રાજ્યમાં હાલ કુલ 589 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટીલેટર પર છે. 581 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,010 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10104 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 87 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 73 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,010 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના કારણે કોરોનાનો રિકવરી રેટ 98.71 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં 2,16,650 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે.
રાજ્યમાં હાલ કુલ 589 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટીલેટર પર છે. 581 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,010 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10104 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. આજે રાજ્યમાં બે લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે.
AAPના નેતાઓને કોર્ટમાં રજૂ કરાયા, નિખિલ સવાણી સહિત 9 કાર્યકરોને જ્યુડી.કસ્ટડીમાં મોકલ્યા
આજના કેસના આંકડાઓની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 33, જ્યારે 10 લોકો ડિસ્ચાર્જ થયા છે, તેવી રીતે સુરત કોર્પોરેશનમાં 12 કેસ, 7 ડિસ્ચાર્જ, વડોદરા કોર્પોરેશનમાં 11 કેસ, 14 ડિસ્ચાર્જ, રાજકોટ કોર્પોરેશનમાં 6 કેસ, એક મોત અને 10 લોકો ડિસ્ચાર્જ થયા છે. ખેડામાં 05 કેસ, 1 ડિસ્ચાર્જ, વલસાડમાં 5 કેસ, 1 મોત અને 2 ડિસ્ચાર્જ, નવસારીમાં 4 કેસ, 2 ડિસ્ચાર્જ, આણંદમાં 3 કેસ, 3 ડીસ્ચાર્જ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, 1 ડિસ્ચાર્જ, કચ્છમાં 2 કે, 2 ડિસ્ચાર્જ, ભરૂચમાં 1 કેસ, જામનગર કોર્પોરેશનમાં 1 કેસ, 14 ડિસ્ચાર્જ, મહેસાણામાં 1 કેસ, 1 ડિસ્ચાર્જ, રાજકોટમાં 1 કેસ આ પ્રકારે કુલ 70 કેસ નોંધાયા છે.
અસિત વોરા સામે પુરાવા મળશે તો કાર્યવાહી કરીશું, હજુ કોઈ ઠોસ પુરાવો મળ્યા નથી: પાટિલ
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6ને રસીનો પ્રથમ, 512 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરની 6271, 50455 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 20991 નાગરિકોને રસીનો પ્રથમ, 138415 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,16,650 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 8,75,01,402 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube