ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 380 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 209 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,16,245 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.94 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 59,584 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 20987 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 2095 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,16,2456 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. 



ઘાતક આકાશી વીજળીથી જાનમાલનું રક્ષણ કરવા ઈસરોના વૈજ્ઞાનિકો મેદાનમાં...


નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 155, વડોદરા કોર્પોરેશન 34, સુરત કોર્પોરેશન 59, સુરત 15, રાજકોટ કોર્પોરેશન 07, વડોદરા કોર્પોરેશન 34, નવસારી 16, વલસાડ 11, ભાવનગર કોર્પોરેશન 9, બનાસકાંઠા 7, ભરૂચ 7, ગાંધીનગર કોર્પોરેશન 7, આણંદ 6, સુરેન્દ્રનગર 6, વડોદરા 6, જામનગર કોર્પોરેશન 5, અરવલ્લી 4, કચ્છ 4, મોરબી 4, અમરેલી 3, પોરબંદર 3, અમદાવાદ 2, ભાવનગર 2, ગાંધીનગર 2, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, ખેડા 1, મહેસાણ 1 અને તાપીમાં 1 કેસ નોંધાયો છે.


એક રાજકીય બળવાની કિંમત તમને ખબર છે? જાણો મહારાષ્ટ્ર બળવાના જાહેર ખર્ચનો અંદાજ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 935 નાગરિકોને રસીનો પ્રથમ અને 11191 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1002 ને રસીનો પ્રથમ અને 2793 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 30303 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 5212 ને રસીનો પ્રથમ અને 8148 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 592,584 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,11,63,270 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube