ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 258 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 637 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.93 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 2553 એક્ટિવ કેસ છે. જેમાંથી 25 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2528 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,53,998 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,999 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 81 કેસ નોંધાયા છે, જ્યારે બે દર્દીઓના મોત નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 46, રાજકોટ કોર્પોરેશનમાં 16,  સુરત 13, સુરત કોર્પોરેશન 11, ગાંધીનગર કોર્પોરેશન 10, મહેસાણા 10, સાબરકાંઠા 8, ભરૂચ 6, જામનગર કોર્પોરેશન 6, વલસાડ 6, અરવલ્લી 5, નવસારી 5, આણંદ 4, ગાંધીનગર 4, કચ્છ 4, રાજકોટ 3, અમદાવાદ 2, બનાસકાંઠા 2, ભાવનગર કોર્પોરેશન 2, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ 2, મોરબી 2, પંચમહાલ 2, વડોદરા 2, અમરેલી 1, દાહોદ 1, ખેડા 1, મહીસાગર 1 એમ કુલ 258 કેસ નોંધાયા છે.


જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,07,422 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 544 ને રસીનો પ્રથમ અને 1865 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 308 ને રસીનો પ્રથમ અને 555 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 17391 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 430 ને રસીનો પ્રથમ અને 716 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 185613 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,09,14,865 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube