ઝી ન્યૂઝ/ બ્યુરો: ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે કોરોનાના નવા 44 કેસ નોંધાયા છે, જ્યારે 23 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને 98.75 ટકાએ પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કુલ 8,16,710 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. તો બીજી તફ 4,93,328 રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. જો કે ધીરે ધીરે કોરોનાના વધી રહેલા આંકડા રાજ્ય સરકાર અને નાગરિકોની ચિંતા વધારી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ 312 કોરોનાના એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 306 નાગરિકો સ્ટેબલ છે. 8,16,710 નાગરિકો અત્યાર સુધીમાં કુલ ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. 


ગુજરાતના આરોગ્ય મંત્રીના નિવેદનથી લોકોમાં ફફડાટ: શું ફરી લાગુ થશે કડક નિયંત્રણો?


ગુજરાતમાં આજના કોરોના કેસની વાત કરીએ તો, સૌથી વધુ અમદાવાદ કોર્પેોરેશનમાં 9 કેસ નોધાયા છે, જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 8 કેસ નોધાયા છે. તેવી રીતે સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં 4, જામનગર કોર્પોરેશનમાં 3, વડોદરા 3, વલસાડમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં 1-1-1-1 કેસ નોંધાયો છે.


AMC દ્વારા ટેક્ષ માફી મામલે અતિ મહત્વનો નિર્ણય, હવે આ લોકોનો પ્રોપર્ટી ટેક્સ કર્યો માફ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube