ઝી ન્યૂઝ/અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરત પટેલની આજે પૂર્ણ્યતિથિ છે. ત્યારે હાર્દિક પટેલે શ્રદ્ધાજંલિ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપ અને કોંગ્રેસના રાજકીય નેતાઓ શ્રદ્ધાજંલિના આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. હાર્દિક પટેલે પિતાની પ્રથમ પૂર્ણ્યતિથિ પર રામધૂન અને ગુરુ અમૃતવાણીનું આયોજન કર્યું છે. સાથે જ સુંદરકાંડના પાઠ અને રામભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું છે. સવારથી સાંજ સુધીનો આ કાર્યક્રમ હાર્દિકનું શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા જ હાર્દિકે પોતાને રામભક્ત ગણાવ્યો હતો અને ભાજપના વખાણ કર્યા હતા. તો હાર્દિકના એક ટ્વિટમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની તસ્વીર ગાયબ હતી. જેના કારણે જાતભાતની ચર્ચાઓ શરૂ થઈ છે. ત્યારે આજના કાર્યક્રમમાં કોંગ્રેસમાંથી કોણ આવે છે તેના પર સૌની નજર છે. હાર્દિકના પિતા ભરત પટેલનું કોરોનાને કારણે નિધન થયું હતું.


નૌતમ સ્વામીના નિવેદન પર હાર્દિક પટેલે શું કહ્યું?
નૌતમ સ્વામીના નિવેદન પર હાર્દિક પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું. હાર્દિકે જણાવ્યું કે, નૌતમ સ્વામીએ એમની લાગણી વ્યક્ત કરી છે. મેં ભગવાન રામની અહીં સ્થાપના કરી છે. મારે કોઇ વાત સાબિત કરવાની જરૂર નથી. હું રઘુવંશી છું, મારે કંઇ સાબિત કરવાનું રહેતું નથી. અમે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. 


રધુ શર્માના નિવેદન પર હાર્દિક પટેલનું નિવેદન
રધુ શર્માના નિવેદન પર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સુખ દુ:ખના સાથી બનવા માટે હું કાર્યકારી પ્રમુખ છું, તમામ આગેવાનોની સ્વાગતા મારી ફરજ છે. તમામ લોકો આવ્યા તેમનો આભાર. કોઇને વ્યક્તિગત કે વિચારનો વિરોધ હોઇ શકે, એ હું સાથે બેસીને વાત કરીશ. હું પાર્ટી પાસે કામ માંગું છું. જો કામ મળશે તો 110ની સ્પીડથી કામ કરીશ. જો એ એમ માનતા હોય કે ઘીના ઠામમાં ઘી ઠરી ઠામ થયું હોય તો સારી વાત છે.


વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીનું નિવેદન 
હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથીએ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત નૌતમ સ્વામીનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હાર્દિક પટેલે હિંદુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ. ભારતીય અને હિન્દુ સંસ્કૃતિને આવા યુવાનોની જરૂર છે. જે હિન્દુ હિતની વાત કરશે તે દેશ પર રાજ કરશે. 370ની કલમ હટાવી હોય તે હિંદુવાદી કહેવાય. નૌતમ સ્વામીએ હાર્દિકને હિન્દુ વાદી પાર્ટી જોઇન કરવાની સલાહ આપી.


કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન 
હાર્દિકના પિતાની પુણ્યતિથીએ હાજરી આપવા પહોંચેલા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, હાર્દિક અમારા પક્ષનો કાર્યકારી પ્રમુખ છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ શ્રદ્ધાજંલી સંદેશ મોકલ્યો છે. હાર્દિક પટેલ અમારા પરિવારના અભિન્ન અંગે છે. હાર્દિક રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે મળીને કામ કરશે. શર્માએ ઉમેર્યું હતું કે, પાર્ટીમાં નારાજગી ચાલ્યા કરે, કોંગ્રેસ વિધાનસભામાં 125 બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે બધાને સાથે રાખી ચાલી રહી છે.


Gujarat Heat Wave: રાજ્યભરમાં અપાયું યલો અલર્ટ; હવામાન વિભાગની આ વિસ્તારો માટેની આગાહી સાંભળીને થથરી જશો


શું હાર્દિક પટેલ આજે કોંગ્રેસ છોડે છે?
નોંધનીય છે કે, હાલ ગુજરાતની રાજનીતિમાં બસ એક જ સવાલ લોકોના મનમાં ઉભો થઈ રહ્યો છે કે શું હાર્દિક પટેલ આજે કોંગ્રેસ છોડે છે? હાર્દિક પટેલ રોજ નવા ટ્વીટ અને વોટ્સએપ ડીપીથી સતત ચર્ચા વધારી રહ્યો છે. તેમની પક્ષ પ્રત્યેની નારાજગી આંખે ઉડીને વળગે તેમ છે. હાર્દિક પટેલે એક પછી એક મોટા ધડાકો કરી રહ્યો છે. હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યુ છે. હાર્દિકના પરિવારજનો સીએમ અને પાટીલને આમંત્રણ આપવા ગયા હતા. જોકે હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર કોંગ્રેસના નેતાઓને આમંત્રણ ન આપતા ચર્ચા શરૂ થઈ છે. હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર રાજકીય હરીફોને આમંત્રણ આપ્યુ.


'આમંત્રણ પુણ્યતિથિ કાર્યક્રમ' થકી કરશે શક્તિપ્રદર્શન
હાર્દિક પટેલે પિતાની  પુણ્યતિથિ એ રાજકીય હરીફોને આમંત્રણ આપ્યું છે. હાર્દિક પટેલે માંડલ-વિરમગામ તાલુકાના ભાજપ અગ્રણીઓને આમંત્રણ આપ્યું છે. જેમાં તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક અગ્રણીઓને કાર્યક્રમમાં બોલાવી હાર્દિક કંઈક મોટા સંકેત આપવા માંગી રહ્યો છે, જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને હાર્દિકે આમંત્રણ આપ્યું નથી. જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને પણ આમંત્રણ આપ્યું નથી. હાર્દિક પટેલ 'આમંત્રણ પુણ્યતિથિ કાર્યક્રમ' થકી વિરમગામ વિધાનસભા બેઠક પર રેપો મજબૂત કરવા પ્રયત્નપુણ્યતિથિમાં 500 બ્રાહ્મણ સાથે કુલ 5 થી 6 હજાર લોકોનો જાહેર ભોજન સમારંભ પણ કરવાનો છે.


કોંગ્રેસના નેતાઓને આમંત્રણ નહિ 
પિતાની પુણ્યતિથિએ હાર્દીક પટેલનું રાજકીય શક્તિ પ્રદર્શન જોવા મળશે. પુણ્યતિથિના કાર્યક્રમ થકી વિરમગામ વિધાનસભા બેઠક પર રેપો મજબૂત કરવા હાર્દિક પટેલનો પ્રયાસ છે. પિતાની પુણ્યતિથિમાં 500 બ્રાહ્મણો સાથે કુલ 5 થી 6 હજાર લોકોનો જાહેરભોજન સમારંભ આયોજિત કરાયો છે. ત્યારે હાર્દિક પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પિતાની પુણ્યતિથિના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યુ છે. હાર્દિકના પરિવારજનો સીએમ, પાટીલને આમંત્રણ આપવા ગયા હતા. જોકે હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર કોંગ્રેસના નેતાઓને આમંત્રણ ન આપતા ચર્ચા શરૂ થઈ છે. હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિ પર રાજકીય હરીફોને આમંત્રણ આપ્યુ. માંડલ-વિરમગામ તાલુકાના ભાજપ અગ્રણીઓને હાર્દિક પટેલે આમંત્રણ મોકલ્યુ છે. તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ બોલાવ્યા છે. પરંતુ કોંગ્રેસના એક પણ નેતાને હાર્દિક પટેલે આમંત્રણ આપ્યું નથી. ત્યારે સ્થાનિક અગ્રણીઓને કાર્યક્રમમાં બોલાવીને હાર્દિક શું સંકેત આપવા માંગે છે તે જોઈએ. એક તરફ ભાજપના નેતાઓને આમંત્રણ, પણ કોંગ્રેસના સ્થાનિક નેતાઓને હાર્દિકે આમંત્રણ પાઠવ્યા નથી. કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને પણ નથી આપ્યું. 


હાર્દિક ભાજપના વખાણ કરી ચૂક્યા છે 
ઉલ્લેખનીય છે કે, અગાઉ હાર્દિક પટેલ ભાજપના વખાણ કરી ચૂક્યા છે. તેમણે કાશ્મીરમાઁથી કલમ 370 હટાવવા મુદ્દે ભાજપના વખાણ કર્યા હતા. ભાજપના વખાણ કરી પોતાને ચુસ્ત હિન્દુ નેતા ગણાવ્યો હતો. ત્યારે પિતાની પુણ્યતિથિ પર ભાજપના નેતાને આમંત્રણ આપવા પાછળ શું તેમનો કોઈ રાજકીય સંકેત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube