આજે `કૌન બનેગા કરોડપતિ` માં ઉમરગામ વલવાડાની પ્રિશા દેસાઈ હોટ સીટ પર દેખાશે, ગ્રુપના 10 સ્પર્ધકોમાં સૌથી નાની
ઉમરગામ તાલુકાના વલસાડા ગામના વતની જીનીતા અને મિતેશભાઈ દેસાઈની દીકરી પ્રિશા દેસાઈ પોતાના જ્ઞાનની તેજસ્વીતા થકી શોમાં હોટ સીટ સુધી પહોંચી છે. તેણી આ ગ્રુપમાં ભાગ લેનાર 10 સભ્યો પૈકી સૌથી નાની વયની સ્પર્ધક છે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: છેલ્લા અનેક વર્ષોથી અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં જવા માટે લોકો અનેક પ્રયત્નો કરી રહ્યા છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ આપી રોકડ ઈનામ જીતવાની તક પ્રાપ્ત કરીને ઈનામી ધનરાશિ જીતી શકે છે. ત્યારે કૌન બનેગા કરોડપતિ લોકપ્રિય ટીવી શોમાં ઉમરગામ તાલુકાના વલવાડા ગામના મૂળ વતની અને હાલ અંધેરી મુંબઈ ખાતે રહેતા અનાવિલ દેસાઈ પરિવારની પ્રિશા દેસાઈ હોટ સીટ સુધી પહોંચી છે. તેનો શો 2-12-2021ના રોજ પ્રસારીત થનાર છે.
ઉમરગામ તાલુકાના વલસાડા ગામના વતની જીનીતા અને મિતેશભાઈ દેસાઈની દીકરી પ્રિશા દેસાઈ પોતાના જ્ઞાનની તેજસ્વીતા થકી શોમાં હોટ સીટ સુધી પહોંચી છે. તેણી આ ગ્રુપમાં ભાગ લેનાર 10 સભ્યો પૈકી સૌથી નાની વયની સ્પર્ધક છે. વલસાડાના અનાવિલ આગેવાન સ્વ.સરોજબેન અને સ્વ. મનુભાઈ પરાગજી દેસાઈની પૌત્રી પ્રિશા દેસાઈ અનાવિલ સમાજમાંથી કૌન બનેગા કરોડપતિ શોમાં પહોંચનાર પ્રથમ અનાવિલ બની છે.
અગાઉ ભુજના જયશ્રીબા ગોહિલ KBCમાં ગયા હતા
અત્રે નોંધનીય છે કે, અગાઉ કોન બનેગા કરોડપતિમાં ભુજના જયશ્રીબા ગોહિલે 7 લેવલ પાર કરીને હોટ સીટ પર બેસવાનો મોકો મળ્યો હતો અને કુલ 13 પ્રશ્નોના સાચા જવાબ આપીને જયશ્રીબા પાસે લાઇફલાઇન હોવા છતાં તેમણે ગેમ ક્વિટ કરી હતી અને આ જોઈને અમિતાભને પણ નવાઈ લાગી હતી. ભુજમાં મહેસુલ તંત્રમાં સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા જયશ્રીબાએ બિગ-બીના સવાલોના સમજી વિચારીને જવાબ આપવા સાથે ગીત ગાઈને સૌને મનોરંજન પણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત કચ્છના જલેબી,ફાફડા,ગાંઠીયા તો વખણાય છે પરંતુ દાબેલી પણ ભુજ વાસીઓને મનગમતી વાનગી છે તેવું કહેતાં જયશ્રીબાએ ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભને ગુજરાતમાં ભુજમાં આવવા અપીલ કરી હતી. જયશ્રીબાએ સાડા બાર લાખ રૂપિયા માટે ગુજરાતના સમર્થ સર્જક મનુભાઈ પંચોલી દર્શક અંગે પ્રશ્ન પર તેમને પૂછવામાં આવ્યો હતો. ઉપરાંત 14મો પ્રશ્ન ભારતના સૌથી મોટા પતંગિયાનું નામ શું છે? તે પૂછવામાં આવ્યું હતું પરંતુ તે એક જવાબ માટે નિશ્ચિત ન હતા કારણ કે જુલાઈ માસમાં નવો પતંગિયુ શોધાયું હતું.
આ 14મો સવાલ 50 લાખ રૂપિયાનો હતો અને તેમની પાસે એક લાઇફલાઇન પણ હતી. 50 લાખના સવાલનો સાચો જવાબ આપીને તેઓ સરળતાથી 15મા સવાલ સુધી પહોંચી શકતાં હતાં, જોકે જયશ્રીબાએ 14મો સવાલ ક્વિટ કર્યો હતો. આ સમયે તેમની પાસે '50-50 લાઇફલાઇન' પણ હતી. તો આ લાઇફલાઇનનો ઉપયોગ કરીને 50 લાખ રૂપિયા જીતી શક્યાં હોત. જોકે તેમને સાચો જવાબ ખબર જ ના હોવાથી તેમણે ગેમ ક્વિટ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube