World Weather Day: ગુજરાતમાં આવનારા દિવસો રહેશે ખુબ જ ભારે!જાણો હવામાને કયા મુદ્દે વ્યક્ત કરી ચિંતા
છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઋતુઓમા ફેરફાર થય રહ્યા છે. વારંવાર સિસ્ટમ બની રહી છે. અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો.
ઝી બ્યુરો/અમદાવાદ: હવામાન વિભાગના વર્લ્ડ મીટરોલોજિકલ દિવસની ઉજવણી (આજે વિશ્વ હવમાન દિવસ) કરવામાં આવી હતી. THE FUTURE OF WEATHER, CLIMATE & WATER ACROSS GENERATIONS થીમ પર વિશ્વ હવામાન દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ અને દુનિયા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેન્ટ ચેન્જની અસર જોવા મળી રહી છે અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ક્લાઈમેન્ટ ચેન્જ થઈ રહ્યુ છે અને પ્રભાવ પણ વધી રહ્યો છે.
તૈયારીઓ શરૂ! ગુજરાતમાં કૂદકેને ભૂસકે વધી રહ્યો છે કોરોના, આજનો આંકડો જાણી લાગશે 'ડર'
છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઋતુઓમા ફેરફાર થય રહ્યા છે. વારંવાર સિસ્ટમ બની રહી છે. અને તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળે છે. બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક પર થાય છે. ચાલુ વર્ષે શિયાળામાં પણ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો. અને મહત્તમ તાપમાને 50 વર્ષનો રેકોર્ડ તોડી દિધો. તો ચાલુ વર્ષે ઉનાળાની શરુઆતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો.
અમદાવાદમાં મેઘરાજા વિફર્યા! ધૂળની ડમરીઓ બાદ કડાકા ભડાકા સાથે વરસાદની ધબધબાટી
જાણે ચોમાસુ ચાલુ હોય તે એક સપ્તાહ સુધી સતત કમોસમી વરસાદ થઈ રહ્યો છે. પશ્ચિમ દિશા તરફથી આવતા પવન હિમાલય તરફ જતા રહેતા હતા. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં વરસાદ આપીને પવન ઉપર જઈ રહ્યા છે. માર્ચમાં માવઠુ આ રીતે તો પહેલી વખત થયુ હશે. ત્યારે વેધર, ક્લાઈમેન્ટ, વોટર ને લઈ ભવિષ્યમાં આવનાર પડકારોને સામે કઈ રીતે લડી શકાય તેનુ માર્ગદર્શન આપવામાં આવશે.
ગુજરાતમાં જ નહિ અન્ય રાજ્યોમાં પણ આ '420 ચોરે' મચાવ્યો છે આતંક! જાણો કોણ છે આ ઠગ...
તેમજ વરસાદની આગાહી, તાપમાન, પવનની દિશા કઈ રીતે નક્કી કરવામાં આવે છે. કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ક્યા ક્યા મશીનના માધ્યમ કઈ રીતે ફોરકાસ્ટ તૈયાર થાય છે. એક્ઝિબિશનના માધ્યમથી સમજાવવામાં આવશે. આજે હવામાન વિભાગ અમદાવાદ ખાતે સાંજના 5 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અથવા તો રસ ધરાવતા લોકો મુલાકાત લઈ શકશે. અને વેધર બુલેટની માહિતી મેળવી શકશે.
મિલકત ખરીદતા પહેલા સાવધાન! સુરતમા 7 સ્ટાર કંપનીના બિલ્ડરોનો આ કિસ્સો અચૂક વાંચી લેજો
ટવેવ, હેવી રેઇન ફોલ, વાવાઝોડું, અર્બન ડેવલપમેન્ટ અને ઇંધણના કારણે ક્લાઈમેટ બદલાઈ રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો તાજેતરમાં ઋતુ પરિવર્તિત થવામાં મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે અને જો ઋતુ પરિવર્તિત થાય તો તે લોકોના જીવન પર સીધી અસર કરે છે. વિશ્વ હવામાન દિવસ પર હવામાન વિભાગના અધિકારીઓએ આ વાત સ્વીકારી અને ચિંતા વ્યક્ત કરતા લોકોને જાગૃત બનવા માટે અપીલ કરી.
PM મોદી ફરી આવશે ગુજરાત, સૌરાષ્ટ્રમાં કરશે રોડ શો, જાણો શું હશે સંભવિત કાર્યક્રમ?
ભારતભરમાં હવામાન વિભાગ સહિત અનેક વિભાગ સાથે મળી કામ કરે છે. હિટવેવની આગાહી કરવી અને લોકોને મેસેજ આપવો તેમનું કામ છે. સાચા સમયે સાચી આગાહી કરી લોકોનું રક્ષણ કરી શકે છે. છેલ્લા 5 વર્ષમાં સમગ્ર દેશ-દુનિયામાં ઋતુઓમાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં વારંવાર અનેક સિસ્ટમ સક્રિય થાય છે તેની સૌથી મોટી અસર ગુજરાતના વાતાવરણમાં પર જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણની અસર કૃષિ પાક સહિત વિવિધ રીતે જોવા મળી રહી છે. જે લોકોના જીવનને સ્પર્શતો મુદ્દો બની ગયો છે.
અકસ્માતમાં પગ ગુમાવ્યો, પછી 4 વખત આપઘાતનો પ્રયાસ, પરંતુ કૃદરતને મંજૂર નહોતું અને આજે
સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિગ અને ક્લાઇમેટ ચેન્જની અનેક અસરો જોવા મળી છે. હાલમાં શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ અનિયમિત થઈ ગઈ છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પુષ્કળ ઠંડીની ઋતુ હોય છે, તો ક્યારેક ગરમીની. જેનાથી મોત પણ નીપજે છે. વાવાઝોડાની પણ સંખ્યામાં વધારો થયો છે. જેનું એક માત્ર કારણ છે કલાઈમેટ ચેન્જ. જેના કારણે હાલમાં લોકોને અતિવૃષ્ટિ, હીટવેવ અને શીત લહેરનો સામનો કરવો પડી રહ્યો છે.