Shrushti raiyani Murder case : જેતલસરની સગીરાના હત્યારાને આજે સજાની જાહેરાત થશે. સગીરાના પરિવારને આજે ન્યાય મળશે. જેતપુર સેશન્સ કોર્ટ આજે આરોપીને સજા સંભળાવશે. જેમાં સગીરાના પરિવારજનોએ હત્યારાને મોતની સજા મળે એવી માંગ કરી છે. 7 તારીખે આરોપી જયેશ સરવૈયા દોષિત જાહેર થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે, શહેરના જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. સાથે જ તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ છરીના પાંચ જેટલા ઘાં ઝીંકવામાં આવ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા.. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બેચરાજી, ડીસા સહિતના શહેરોમાં તંત્રને આવેદનપત્ર આપી સગીરા હત્યા કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માટે માંગણી પણ કરવામાં આવી હતી.. જે તે સમયે કોંગ્રેસમાં રહેલા હાર્દિક પટેલ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ જે તે સમયે ગુજરાત કેબિનેટમાં મંત્રી પદે રહેલા અને હાલ જેતપુરના ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પણ ગૃહ મંત્રી સહિતનાઓને આરોપીને કડકમાં કડક સજા મળે તે પ્રકારે રજૂઆત કરી હતી.


પાટીદાર ખેડૂતના સાહસને સલામ, એવી ખેતી કરી કે માવઠું ને વાવાઝોડું પણ કંઈ બગાડી ન શકે


સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ અને ચુકાદાના સૌ કોઈ ઇંતજાર કરતા હતા તે જેતલસરની ગામની સગીરાના હત્યા અને બેનને બચાવવા વચ્ચે પડેલ સગીર ભાઈ પર જીવલેણ હુમલો કરેલ હતો, ત્યારે આજે જેતપુર ની સેશન્સ કોર્ટમાં મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી. ચુકાદો આવે ત્યાં સુધી ફરિયાદ પક્ષના સમર્થકોથી કોર્ટ અને કોર્ટ બહાર લોકો ખીચોખીખ ભરેલ હતો. જેમાં જજે આરોપીને દોષિત જાહેર કરીને સજા પર 13 માર્ચે પર સજા જાહેર કરી કરી શકે છે. જેતલસર ગામમાં રહેતો આરોપી જયેશ સરવૈયા નામના યુવાન સગીરાને એક તરફી પ્રેમમાં પાગલ હતો, જેમાં ગત 16 માર્ચ 2021 ના રોજ બોપરના સમયે સગીરાને એક બે નહિ, પરંતુ છરીના 34 જેટલા ઘા મારીને હત્યા કરી નાંખી હતી, અને સગીરાનો ભાઈ વચ્ચે બચાવવા જતા તેને પણ છરી ના ઘા માર્યા હતા. 


આઈ હેટ યૂ પપ્પા... લખીને ધોરણ-11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો


આ સગીરાના હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ત્યારબાદ આ કેસની તપાસ માટે સ્પેશિયલ સીટની રચના કરવામાં આવી હતી,સરકારે હત્યાના કેસમાં સ્પેશિયલ પીપી તરીકે જેતપુર ના સિનિયર ધારાશાસ્ત્રી જનક પટેલ નિમણૂક કરેલ છે, અને બે વર્ષ ચાલેલ આ કેસમાં સાહેદોને તપસ્યા બાદ આજે સેશન્સ કોર્ટના જજે આરોપીને તમામ કલમો હેઠળ દોષિત જાહેર કરી 13 તારીખે આજીવન અથવા ફાંસીની સજા કોર્ટ સંભળાવી શકે છે. સાથે જ સગીરાના પરિવાર જનોએ આરોપીને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે.


ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે, રહસ્યો અને ચમત્કારોથી ભરેલું છે