જાવેદ સૈયદ, અમદાવાદ: ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત 23મી એપ્રિલે લોકસભાની બેઠકો માટે મતદાન યોજાવવાનું છે. જેને લઈને આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. સાંજે 6 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાજકીય પક્ષો આજે પોતાની પૂરેપૂરી તાકાત ઝોંકી દેવા જઈ રહ્યાં છે. પીએમ મોદીની આજે પાટણમાં સભા છે જ્યારે સાણંદમાં અમિત શાહ રોડ શો કરવા જઈ રહ્યાં છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ આજે છેલ્લા દિવસે પ્રચારના મેદાનમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીની આજે 3 જનસભાઓ, એક ગુજરાતમાં
વડાપ્રધાન મોદી આજે ત્રીજા તબક્કાના મતદાનના પ્રચારના છેલ્લા દિવસે ગુજરાતમાં પણ સભા સંબોધિત કરવાના છે. સવારે 10.30 વાગે પાટણ, બપોરે 1.45 વાગે રાજસ્થાનના ચિત્તોડગઢ અને સાંજે 4.30 કલાકે રાજસ્થાનના જ બાડમેરમાં સભા સંબોધિત કરવાના છે. 


અમિત શાહનો રોડ શો
પ્રચારના આજે છેલ્લા દિવસે ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સવારે 9 કલાકે ઘાટલોડિયા વિસ્તારમાં જનસંવાદ યોજશે, ત્યારબાદ બોડકદેવ અને થલતેજ વોડમાં 10 કલાકે જનસંવાદ યોજશે. સવારે 11 કલાકે વેજલપુર અને સરખેજ વોર્ડમાં જનસંવાદ યોજશે. છેલ્લે બપોરે 12 કલાકે સાણંદમાં એપીએમસીથી ગઢિયા ક્રોસ રોડ સુધી રોડ શો યોજશે.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...