વલસાડ: લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે વલસાડ બેઠક પર એક પણ પક્ષની પરંપરાગત બેઠક રહી નથી, અહીં વારંવાર ઉમેદવારો બદલાતા રહ્યાં છે. ત્યારે હાલ ભાજપના ઉમેદવાર ડો. કે.સી. પટેલ 566439 મત સાથે આગળ છે, જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જીતુભાઇ ચૌધરી 284033 મત સાથે પાછળ રહેતા ભાજપ ઉમેદવાર 282406 મતની લીડ સાથે આગળ રહ્યાં છે. જો કે, 2014માં ભાજપના ઉમેદવારની અહીં જીત થઇ હતી. ત્યારે આ વખતનો ટ્રેન્ડ જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપ ફરી આ બેઠક પર પોતાનો હક જમાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી પરિણામ 2019: કોંગ્રેસની પરંપરાગત આણંદ બેઠક ફરી ભાજપના ફાળે


વલસાડ બેઠક પર 1962થી 2014 સુધી ચોક્કસ અને સતત કોઈ એક પક્ષનું પ્રભુત્વ જોવા મળ્યું નથી. જોકે, કોંગ્રેસે આ બેઠક પર સૌથી વધુ 8 વખત વિજય મેળવ્યો છે. 1996માં પ્રથમ વખત ભાજપે આ બેઠક પર વિજય મેળવ્યો હતો અને અત્યાર સુધી ભાજપે ચાર વખત આ બેઠક જીતી છે. 21મી સદીની વાત કરીએ તો 2004 અને 2009માં આ બેઠક પર કોંગ્રેસના કિશન વી. પટેલનો વિજય થયો હતો. વર્ષ 2014ની છેલ્લી ચૂંટણીમાં મોદી લહેરમાં ભાજપના ડો. કે.સી. પટેલે કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી હતી. તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ બેઠક પર મોદી લહેર યથાવત રહેતા કોંગ્રેસને હાથ ધોવાનો વારો આવ્યો છે.


વધુમાં વાંચો: અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા, હસમુખ પટેલને જંગી લીડ



O.S.N. Candidate Party EVM Votes Postal Votes Total Votes % of Votes
1 KISHORBHAI RAMANBHAI PATEL (Rajubhai) BSP 10636 0 10636 1.19
2 CHAUDHARI JITUBHAI HARJIBHAI INC 284033 0 284033 31.66
3 Dr.K.C.PATEL BJP 566439 0 566439 63.13
4 PATEL NARESHBHAI BABUBHAI SVPP 4778 0 4778 0.53
5 PATEL PANKAJBHAI LALLUBHAI BTP 6284 0 6284 0.7
6 BABUBHAI CHHAGANBHAI TALAVIYA BMUP 1743 0 1743 0.19
7 GAURANGBHAI RAMESHBHAI PATEL IND 1930 0 1930 0.22
8 GANVIT JAYENDRABHAI LAXMANBHAI IND 3770 0 3770 0.42
9 PATEL UMESHBHAI MAGANBHAI IND 4912 0 4912 0.55
10 NOTA NOTA 12739 0 12739 1.42
  Total   897264 0 897264  

જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...