ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાત રાજ્યનું બજેટ (Gujarat Budget 2020) વિધાનસભામાં રજૂ થશે. આજે બપોરે 12 વાગ્યે બજેટસત્રની શરૂઆત થશે. બજેટસત્રની શરૂઆતમાં 1 કલાક પ્રશ્નોત્તરી કાળ રહશે. જેમાં રાજ્યના મોટાભાગના તમામ વિભાગ જેમ કે કૃષિ, ગ્રામ વિકાસ, વાહન વ્યવહાર, અન્ન નાગરિક પુરવઠા, અને મત્સ્ય ઉદ્યોગ જેવા વિભાગની પ્રશ્નોત્તરી યોજાશે. ત્યાર બાદ અગત્યની બાબત અંતર્ગત માછીમારોના અપહરણનો મુદ્દો ચર્ચાશે. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આગામી વર્ષનું બજેટ રજૂ કરશે. જોકે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે લોકો પર બજેટમાં વેરાનો બોજો નાખવામાં આવે તેની શક્યતા નહિવત લાગી રહી છે. સરકાર બજેટમાં આવક વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. તેવામાં રાજ્ય સરકાર સામે ગુજરાતના તમામ લોકોને ખુશ કરતું ફુલગુલાબી બજેટ રજુ કરવું મુશ્કેલ બની રહેશે. માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના બજેટ (Gujarat Budget) નું કદ 15થી 18 હજાર કરોડ વધારે હશે. આ વર્ષે બૂલેટ ટ્રેન, અમદાવાદ-રાજકોટથી સેમિ હાઇસ્પીડ ટ્રેન પ્રોજેક્ટ જેવી યોજનાઓને વધારે નાણાંકીય જોગવાઇ થઈ શકે છે. બીજી બાજુ રાજ્યમાં શહેરી વિકાસ, ગ્રામ ઉદ્યોગ અને મત્સ્ય પાલનમાં કોઇ નવી યોજનાઓની જાહેરાત થઇ શકે છે. આ ઉપરાંત વર્ષોથી અટકેલા મધ્યાહન ભોજન, આંગણવાડી અને આશા વર્કરોના માનદ વેતનમાં વધારોની જાહેરાત પણ થઇ શકે છે.


ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકો પર ચૂંટણીની થઈ જાહેરાત 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત રાજ્યમાં આગામી સમયમાં આવી રહેલ મ્યુનિ.ની ચૂંટણીને કારણે સરકાર ગુજરાતના નાગરિકો પર વધુ બોજો નહિ નાંખે. પાલિકા પંચાયતોની ચૂંટણી હોવાથી સરકાર તમામ વર્ષોને ખુશ રાખવા પ્રયાસો હાથ ધરાય તેવું કહેવાય છે. ત્યારે આ વર્ષનું બજેટ ફુલગુલાબી રહેશે તેવી શક્યતા છે. 


ગત વર્ષના બજેટ કરતા વધારો 
આજે રાજ્યનું વર્ષ 2020-21ના વર્ષનું નાણાંકીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ગત વર્ષના બજેટ પર નજર કરીએ તો, ગયા વર્ષે 2.4 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. ત્યારે આ વર્ષે બજેટની રકમ વધારી દેવાઈ છે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે. આ વર્ષે 2.15 લાખ કરોડનું બજેટ રજૂ થાય તેવી આશા છે. 


સરકારની આવક ઘટી
સરકારી આંકડા મુજબ, જીએસટીના અમલીકરણ બાદ સરકારની આવકમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. સરકારને એપ્રિલથી જાન્યુઆરી સુધીના મહિનામાં લગભગ 12 હજાર કરોડ જેટલી આવક ઓછી નોંધાઈ છે. સરકારે આવકનો જે લક્ષ્યાંક રાખ્યો હતો તે પૂરો થયો નથી. તો બીજી તરફ, કેન્દ્ર સરકાર તરફથી જીએસીટનું મળવાપાત્ર વળતર પણ ઓછું મળ્યું છે. આ ઉપરાંત વેટની આવકમાં પણ ગત વર્ષની સરખામણીમાં ઘટાડો થયો છે. 


બજેટ પહેલા કેબિનેટ બેઠક
આજે રાજ્યનું બજેટમાં નાણાંમંત્રી બજેટ રજૂ કરશે. વિધાનસભામાં 12 વાગ્યે બજેટસત્ર શરૂ થઇ રહ્યું છે. ત્યારે બજેટ પહેલા સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં 10 કલાકે કેબિનેટ બેઠક યોજાવાની છે. જેમાં સત્રમાં આવનારા સરકારી વિધેયક અંગે ચર્ચા થઇ શકે છે. મહત્વનું છેકે રાજ્ય સરકારે પોતાના તમામ ધારાસભ્યોને આજે વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું છે..ત્યારે રાજ્ય સરકાર કોઇ મહત્વના વિધેયક પસાર કરાવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક