PM Modi Global Leader : 17મી સપ્ટેમ્બર.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે આ દિવસ ખાસ છે. કેમ કે, આજથી 74 વર્ષ પહેલાં 1950માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. આઝાદ ભારતમાં જન્મ લેનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી ઊર્જાવાન, સમર્પિત, દૂરંદેશી અને દ્રઢ નિર્ધારવાળા રાજનેતા તરીકેની રહી છે.. આ જ કારણે દેશવાસીઓએ સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી પર ભરોસો મૂક્યો છે. તો નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર આવો જોઈએ કેવી રીતે ગુજરાતના આ સપૂતે સમગ્ર વિશ્વમાં વધારી ભારતની ધાક.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્ર દામોદર દાસ મોદી... ભારતના 14મા પ્રધાનમંત્રી.
26મી મે 2014ના દિવસે નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા. આ સાથે જ મોદીએ કેન્દ્રમાં સતત બીજી વખત બહુમતની સાથે બિન-કોંગ્રેસી સરકાર બનાવીને ભારતની રાજનીતિમાં એક અમિટ છાપ છોડી. વર્ષ 2024માં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને ઈતિહાસ સર્જી દીધો.


PM મોદીની જનકલ્યાણકારી નીતિ      


  • સ્વચ્છ ભારત અભિયાન

  • મેક ઈન ઈન્ડિયા

  • નમામિ ગંગે યોજના

  • જનધન યોજના 

  • ડિજિટલ ઈન્ડિયા

  • આત્મનિર્ભર ભારત અભિયાન

  • સ્કિલ ઈન્ડિયા

  • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

  • અટલ પેન્શન યોજના

  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના


અઢી દાયકાના શાસનમાં નરેન્દ્ર મોદીએ ગુજરાત અને દેશવાસીઓને અનેક એવી જનકલ્યાણકારી યોજનાઓ સમર્પિત કરી જેનાથી દેશવાસીઓના જીવનમાં અભુતપૂર્વ પરિવર્તન આવ્યું છે. એટલું જ નહીં, મોદી કેટલીક એવી પણ યોજનાઓ લાવ્યા જે જનભાગીદારીથી મહાઅભિયાન બની ગયું અને દેશની તસવીર બદલાઈ ગઈ. જેમ કે,


  • સ્વચ્છ ભારત અભિયાનથી દેશવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવ્યા..

  • મેક ઈન ઈન્ડિયાથી સ્વદેશી ઉત્પાદન પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કર્યા..

  • જળ સંરક્ષણ મિશન અંતર્ગત નમામિ ગંગે યોજના..

  • જનધન યોજના અંતર્ગત નાગરિકો સુધી બેંકિગ સેવા..

  • ડિજિટલ ઈન્ડિયાથી ડિજિટલ સાક્ષરતા..

  • સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવા આત્મનિર્ભર ભારત અભિયાન..

  • દેશના કાર્યબળ અને કૌશલ્ય માટે સ્કિલ ઈન્ડિયા..

  • જન જનની સુરક્ષા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના..

  • વૃદ્ધાવસ્થામાં સહારા માટે અટલ પેન્શન યોજના..

  • અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના..


જનકલ્યાણની અનેક યોજનાઓ અને કલ્યાણકારી નીતિઓથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારનો કાર્યકાળ સાચા અર્થમાં લોકાભિમુખ બન્યો છે. એમાંય ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન એવા નિર્ણયો કર્યા છે જે દેશના ઈતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ ગયા છે. જેમ કે, 


  • જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી

  • મુસ્લિમ મહિલાઓ માટે ત્રણ તલાક પર કાયદો બનાવ્યો

  • અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું

  • એક દેશ, એક ટેક્સ તરીકે GST લાગુ કર્યો

  • સમાન નાગરિક સંહિતા એટલે કે CAA લાવ્યા


મોદી સરકારની ત્રીજી ટર્મમાં સૌથી વધુ ચર્ચા યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઈલેક્શનની થઈ રહી છે.. ચર્ચા છે કે, મોદી સરકાર આ જ કાર્યકાળમાં UCC અને વન નેશન વન ઈલેક્શન લઈને આવશે.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ભારતની વિદેશનીતિ વધારે મુખર અને રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણથી ઊભરી આવી છે. નેબરહુડ ફર્સ્ટ અને એક્ટ ઈસ્ટ પોલિસી દ્વારા ભારતના પાડોશી અને એશિયા-પ્રશાંત દેશો સાથે સંબંધો વધુ ગાઢ બન્યા છે.. મોદીએ રાષ્ટ્રહિતમાં તટસ્થ વિદેશનીતિને અપનાવી છે એ જ કારણ છે કે, પશ્ચિમના દેશોની આલોચના છતાં પણ રશિયા સાથે ઘનિષ્ઠ સંબંધો જાળવી રાખીને મુસ્લિમ દેશોને બદલે રશિયાથી ઓછા ભાવે ભારત ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે.


આજે ભારત યુદ્ધગ્રસ્ત દેશો માટે શાંતિદૂતની ભૂમિકા નિભાવી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ રોકવા માટે મધ્યસ્થતા કરી રહ્યું છે.
વિશ્વના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારતનું મંતવ્ય માગવામાં આવી રહ્યું છે.


આ મોદીનો પાવર છે. આ હિંદુસ્તાનની જનતાએ પસંદ કરેલી સ્થિર સરકારનો પાવર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશાં આનો શ્રેય દેશની જનતાને આપતા આવ્યા છે.


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેનથી લઈને દુનિયાભરના તમામ રાષ્ટ્રાધ્યક્ષો મોદીની પ્રશંસા કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એંથની અલ્બાનીઝે તો પ્રધાનમંત્રી મોદીને ધ બોસ ગણાવ્યા હતા, જેના પર દુનિયાભરમાં નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતા તરીકે સ્વીકાર્ય કરવાની હેડલાઈન બની હતી. આ ઉપરાંત ઈટલીનાં પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની મોદીને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા ગણાવી ચૂક્યાં છે. અનેક ઈન્ટરનેશનલ સર્વેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વના સર્વાધિક લોકપ્રિય લીડર તરીકે નંબર 1 રહ્યા છે અને આખી દુનિયાએ નોંધ લીધી છે. ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિસને મોદીને દુનિયા માટે પ્રેરણારૂપ પર્સન ગણાવ્યા છે.


વિશ્વમાં વાગે છે ડંકો   
યુદ્ધગ્રસ્ત દેશો માટે શાંતિદૂતની ભૂમિકામાં ભારત
રશિયા અને યુક્રેનનું યુદ્ધ રોકવામાં મધ્યસ્થતા
વિશ્વના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર લેવાય છે મંતવ્ય


વર્ષ 2047માં ભારતની આઝાદીનાં 100 વર્ષ પૂરા થશે.. ત્યારે ભારત કેવું હશે, તેની રૂપરેખા નરેન્દ્ર મોદીએ અત્યારથી જ બનાવી લીધી છે. પીએમ મોદી ઘણા પ્રસંગો પર જનતા સામે 2047 સુધીમાં વિકસિત ભારતના એક મહત્વકાંક્ષી વિઝનને રાખી ચૂક્યા છે.. તેમનો ઉદ્દેશ્ય છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવું છે. નરેન્દ્ર મોદીએ પોતાના દમદાર નેતૃત્વમાં ભારતને વિશ્વની મહાશક્તિ બનાવવાની દિશામાં સામેલ કરી દીધું પણ છે. તેનો પુરાવો છે 11મા ક્રમેથી ભારતની અર્થવ્યવસ્થા પાંચમા ક્રમે આવી તે. પોતાની ત્રીજી ટર્મમાં મોદીની ગેરંટી છે ભારતને વિશ્વની ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવું અને તેના પછીની ટર્મમાં પૂરું થશે વિકસિત ભારતનું સપનું.