નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન યોજનાની શરૂઆત કરાવશે. વડાપ્રધાન શ્રમ યોગી માનધન (પીએમએસવાઈએમ) યોજનાની ઔપચારિક શરૂઆત અમદાવાદમાં કરવામાં આવશે. 1 ફેબ્રુઆરીના રોજ અંતરિમ બજેટ રજૂ કરતા સમયે ફાઈનાન્સ મંત્રી પિયુષ ગોયલે અસંગઠિત ક્ષેત્રના મજૂરો માટે પેન્શન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત કામદારોની 60 વર્ષની ઉંમર બાદ દરે મહિને 300 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે. યોજના વિશે અધિસૂચના પહેલેથી જ જાહેર કરવામાં આવી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોજના માટે 3.13 લાક સેવા કેન્દ્ર બનાવાશે
આ યોજના સાથે જોડવા માટે દેશભરમાં કુલ 3.13 લાખ સેવા કેન્દ્ર બનાવાવમાં આવ્યા છે. 15 ફેબ્રુઆરીથી આ યોજના માટે રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલી રહી છે. યોજનાને અંતિમ રૂમ આપવાની જવાબદારી ભારતીય જીવન વીમા નિગમને મળી છે. આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન માટે એલઆઈસીના મોટા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના અંતર્ગત અસંગઠિત ક્ષેત્રના 18થી 40 વર્ષની ઉંમરના કામદાર યોજનાને મેળવવાના પાત્ર થશે. યોજનાથી જોડનારા કામદારોને 60 વર્ષ બાદ 3000 રૂપિયા માસિક પેન્શન આપવામાં આવશે.


આટલુ હશે પ્રીમિયમ
પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વઘોષણાના આધાર પર યોજનાના લાભાર્થીઓનુ લિસ્ટ તૈયા્ર કરવામાં આવશે. પેન્શનનો લાભ લેવા માટે સરકારે કેટલીક શરતો રાખી છે. જો કોઈ લાભાર્થી 18 વર્ષની ઉંમરમાં આ સ્કીમનો લાભ લેવા માંગે છે તો તેને 55 રૂપિયા પ્રીમિયર તરીકે આપવાનું રહેશે. 29 વર્ષની ઉ્મરમાં યોજનાનો ભાગ બનવા પર 100 રૂપિયા માસિક પ્રીમિયમ આપવાનું રહેશે. 40 વર્ષની ઉંમરમાં જોડાનારા લોકોને 200 રૂપિયા માસિક અંશદાન કરવાનું રહેશે. આ યોજનાથી અસંગઠિત ક્ષેત્રના અંદાજે 10 કરોડ કામદારોને ફાયદો મળવાની આશા છે. 


યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવનારાઓને વિશેષ આઈડી નંબર આપવામાં આવશે. બજેટ ભાષણ દરમિયાન પિયુશ ગોયલે કહ્યું હતું કે, સરકારની તરફથી અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના રિટાયર્ડમેન્ટ બાદ લધુત્તમ પેન્શનની ગેરેન્ટી આપવામાં આવશે. સરકારની તરફથી શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ફાયદો એવા મજૂરોને મળશે જેમના મહિનાની આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે. સરકારના આ નિર્ણયનો ફાયદો ઘરોમાં કામ કરતી કામવાળીઓ, ડ્રાઈવર્સ, પ્લમ્બર, રીક્ષા ચાલકો તથા વીજળીનું કામ કરનારા કામદારોને પણ મળશે.